Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: મતદાન અને પરિણામને લઇ ચાર દિવસ સુધી લિકર શોપ બંધ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાનું મતદાન અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પાંચમી ડિસેમ્બરના રોજ થશે.

અમદાવાદ: મતદાન અને પરિણામને લઇ ચાર દિવસ સુધી લિકર શોપ બંધ
X

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાનું મતદાન અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પાંચમી ડિસેમ્બરના રોજ થશે. મતદાન પ્રક્રિયા દરમિયાન દારૂનું ગેરકાયદેસર વિતરણ થાય નહીં અને લોકો દારૂ પીને છાંટતા બને નહીં તેના માટે અમદાવાદ શહેરની તમામ હોટલો માં કાર્યરત કાયદેસરની લિકર શોપ તારીખ ત્રણ, ચાર, પાંચ અને આઠમી ડિસેમ્બરના રોજ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.ચૂંટણી પ્રક્રિયા અને મતદાનને લઈને ચાર દિવસ સુધી લિકર શોપ બંધ રહેવાની હોવાથી પરમીટ ધારકો એ દારૂ લેવા માટે શોપ આગળ લાઈન લગાવી દીધી હતી.

આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ લિકર શોપમાં અઠવાડિયાથી સ્ટોક ફુલ કરી દેવામાં આવ્યો હોવાનું જાણી શકાયું છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય અને ઉમેદવારો દ્વારા દારૂનું વિતરણ કરવામાં આવે નહીં તો ચૂંટણી પૂરી થઈ નહીં હોય એમ કહી શકાય. જોકે ચાલુ વર્ષે ઇલેક્શન કમિશન પણ ખૂબ જ તકેદારી રાખી રહ્યું છે અને ગુજરાતમાં દારૂ ભરેલી ટ્રક અને ટેમ્પા ઘુસે નહીં તેના માટે તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે અને તમામ બોર્ડર પર હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે.જેને કારણે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના મુશ્કેલ થઈ ગયો હતો અને ઉમેદવારો દોડતા થઈ ગયા છે. તેમ છતાં નાની નાની ગાડીઓ માં કે અન્ય કોઈ રીતે દારૂની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ મોટી હોટલોમાં કાર્યરત શોપમાં પણ આ પરિસ્થિતિને લઈને અઠવાડિયાથી દારૂનો સ્ટોક હાઉસફુલ કરી દેવામાં આવ્યો છે.પરમીટ ધારકોને એ માહિતી મળી ગઈ છે કે, ચૂંટણી પ્રક્રિયા લઈને ત્રણથી પાંચ મી ડિસેમ્બર અને આઠમી ડિસેમ્બરના રોજ એમ કુલ ચાર દિવસ તમામ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Next Story