Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : જુઓ, કેવી રીતે હર ઘર તિરંગા અભિયાનથી હજારો લોકો મેળવી રહ્યા છે રોજગારી..!

હર ઘર તિરંગા અભિયાનના કારણે રાજ્યભરમાં તિરંગાનું અભૂતપૂર્વ વેચાણ થઈ રહ્યું છે. જેનો ફાયદો નાના વર્ગના લોકોને મળી રહ્યો છે, માનવામાં આવે છે

X

હર ઘર તિરંગા અભિયાનના કારણે રાજ્યભરમાં તિરંગાનું અભૂતપૂર્વ વેચાણ થઈ રહ્યું છે. જેનો ફાયદો નાના વર્ગના લોકોને મળી રહ્યો છે, માનવામાં આવે છે કે, આ અભિયાનથી હજારો લોકોને રોજગારી મળી છે. તો જુઓ અમારો વિશેષ અહેવાલ… હર ઘર તિરંગા અભિયાન થકી "રોજગારી"

દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે સામાન્ય શહેરીજનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ અભિયાનથી એક વર્ગ એવો પણ છે કે, જેને રોજગારી મળી રહી છે. આ અભિયાન હેઠળ હર કોઈ તિરંગો લહેરાવી રહ્યા છે, ત્યારે આ તિરંગા વેચાણને લઈને સમાજનો ગરીબ અને નાના વર્ગોને રોજગારી મળી રહી છે. જેમાં નાના મોટા તિરંગા, તિરંગા કલરની ચક્રી સહિત અલગ અલગ ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તેવામાં છુટક ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા લોકોમાં ખુશી જોવા મળી છે. નાના મોટા હર કોઈ પોતાની શક્તિ પ્રમાણે તિરંગામી ખરીદી કરી રહ્યા છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવી છે. જેના પગલે ગરીબ વર્ગને બમ્પર ફાયદો થયો છે. આમ તો દર વર્ષે તિરંગાનું વેચાણ થાય છે. પરંતુ આ વર્ષે હર ઘર તિરંગા અભિયાનના કારણે તિરંગાનું વધુ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. આ અભિયાનના પગલે ગરીબ વર્ગ જે રોડ પર તિરંગાનું વેચાણ કરે છે, તો ખરીદી કરનાર લોકો પણ માને છે કે, હર ઘર તિરંગા અભિયાન સારું છે. આ અભિયાનથી ગરીબ માણસને મદદ પણ મળી છે. સાથે જ તિરંગાનું વેચાણ કરતા હોવાથી પોલીસ કે, કોર્પોરેશનની પણ કોઈ હેરાનગતિ રહેતી નથી. આમ હર ઘર તિરંગા અભિયાન હજારો લોકોનું ગુજરાન પૂરું પાડશે તે વાત નક્કી છે.

Next Story