Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : જુઓ, ઠક્કરબાપાનગર ભાજપના ઉમેદવાર કંચન રાદડીયાએ કરી કનેક્ટ ગુજરાત સાથે ખાસ વાતચીત...

અમદાવાદ શહેરની ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક પર અત્યાર સુધી ભાજપ દ્વારા વલ્લભ કાકડિયાને ટિકિટ આપવામાં આવી હતી.

X

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના પડઘમ વચ્ચે આજે અમદાવાદની ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કંચન રાદડીયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.

અમદાવાદ શહેરની ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક પર અત્યાર સુધી ભાજપ દ્વારા વલ્લભ કાકડિયાને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ આ વખતે વલ્લભ કાકાની ટિકિટ કાપી કંચન રાદડીયાને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે કંચન રાદડીયાએ આજે ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે નામાંકન રજૂ કર્યું હતું. કંચન રાદડીયાએ કનેક્ટ ગુજરાત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની પર પાર્ટી જે વિશ્વાસ મૂક્યો છે, તે વિશ્વાસ તૂટવા નહીં દે. તેમના વિસ્તારમાં જનતાના જે કામ બાકી છે, તે પૂરા કરવામાં આવશે. રોડ રસ્તા, ગટર અને પાણીની સુવિધાઓ સહિત કોઈપણ કામ બાકી હશે તે પૂરું કરવામાં આવશે. આમ તો વલ્લભ કાકાએ તમામ કામ પૂરા કર્યા છે. પરતું જે કામ બાકી હશે તે પૂરું કરવામાં આવશે તેવી વાત કરી હતી. નામાંકન રજૂ કરવા સમયે વલ્લભ કાકડિયા, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Next Story