મોટાભાગના લોકો કારમાં કિમંતી વસ્તુઓ મુકવાનું મુનાસીબ સમજતાં હોય છે પણ આવું કરવું જોખમી બની શકે છે. અમદાવાદની સોલા પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે...
કોરોનાની મહામારી બાદ લગ્નસરાની મોસમ પુરબહારમાં ખીલી છે. લગ્નની મજા માણતાં લોકોની મજા તેમની કિમંતી વસ્તુઓ ચોરાય ત્યારે બગડી જતી હોય છે. મોટાભાગના લોકો લગ્નપ્રસંગમાં જતી વેળા કિમંતી સામાન કારમાં મુકીને જતાં હોય છે. કારના કાચ તોડી ઉઠાવગીરો કિમંતી સામાનની ચોરી કરી ફરાર થઇ જતાં હોય છે. આવી ઘટનાઓ માત્ર પાર્ટી પ્લોટ જ નહિ પણ મોલ કે અન્ય જાહેર સ્થળોએ બનતી હોય છે. આવા બનાવો રોકવા અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન તરફથી નવતર પ્રયોગ શરૂ કરાયો છે. સોલા વિસ્તારમાં આવેલાં તમામ પાર્ટી પ્લોટ, શોરૂમ તથા મોલની બહાર સઘન ચેકિંગ કરવામાં આવી રહયું છે. ચેકિંગ વેળા કાર માલિકોને સમજાવવામાં આવી રહયાં છે. આ ઉપરાંત પાર્ક કરેલી કારની ઉપર સ્ટીકર કે પેમ્લેટ ચોંટાડી લોકોને જાગૃત કરાય છે. મહિલાઓને પણ તેમના ઘરેણા કારમાં મુકીને નહિ જવા સમજાવવામાં આવી રહી છે.