Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હજી મંજૂરી નહિ

ભગવાન જગન્નાથજીની 144 રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ, અસમંજસની સ્થિતિ વચ્ચે રથયાત્રાને હજી મંજૂરી નથી મળી.

X

ભગવાન જગન્નાથજીની 144 રથયાત્રાને લઇ હજી અમદાવાદ પોલીસની મંજૂરી મળી નથી અને અસમંજસની સ્થિતિ છે, ત્યારે આજે રથયાત્રા જે રૂટ પર પસાર થાય છે, તે રૂટનું નિરીક્ષણ કરવા શહેરના પ્રથમ મેયર કિરીટ પરમાર અને ચૂંટાયેલી પાંખના સભ્યો પહોચ્યા હતા. આ દરમ્યાન મંદિરના ટ્રસ્ટી સાથે પણ તૈયારીઓની ચર્ચા કરવામાં આવી હતી. જોકે, અમદાવાદ AMC રથયાત્રાને લઇ સજ્જ હોવાનું પણ મેયરે જણાવ્યું હતું.

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરયાત્રાએ નીકળશે કે, નહિ તે બાબતે હજી કોઈપણ પ્રકારની સ્થિતિ સ્પષ્ટ થઇ નથી. એક તરફ મંદિર તંત્ર દ્વારા રથયાત્રા માટે મંજૂરી માંગવામાં આવી છે. જેમાં શહેર પોલીસ હજી સુધી રથયાત્રાને મંજૂરી આપવામાં નથી આવી, ત્યારે રથયાત્રા જે રૂટ પર નીકળે છે, તે સમગ્ર રૂટનું શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના સભ્યોએ નિરીક્ષણ કર્યું હતું. તો સાથે જ AMC દ્વારા કરવામાં આવતી તમામ તૈયારીઓ નિહાળી હતી.

અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રા માટેની સંપૂર્ણ જવાબદારી AMC ઉઠાવતું હોય છે, ત્યારે રથયાત્રાના રૂટ પર જર્જરિત મકાનો-ઇમારતોને નોટિસ આપી ઉતારી લેવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તો સાથે જ સમગ્ર રૂટ પર AMC દ્વારા પાણી અને ડોક્ટર કેમ્પ ક્યાં લગાવવા તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જમાલપુર સ્થિત મંદિરથી સમગ્ર રૂટ 21 કિમિ સુધીનો છે. દરે વર્ષે પરંપરાગત લાખોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે, પણ આ વર્ષે કોરોના પ્રોટોકોલ પ્રમાણે સીમિત સંખ્યામાં ભક્તો સાથે રથયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story