/connect-gujarat/media/post_banners/35e9775768fa7dd327d831240adea745b25149a148f245f60ed99ae8a2140b45.jpg)
અમદાવાદની મંગલ ટેકસટાઈલ્સ કંપનીના ૩૫૦ કર્મચારીઓને કથિત રીતે છૂટા કરી દેવામાં આવ્યા છે. એક કામદારથી એક કંપનીને રૂ. 15 લાખનું નુકશાન પહોચ્યુ હોવાનું કારણ આગળ ધરી સત્તાધીશોએ અન્ય સાથી કામદારોને પણ છૂટા કરવાનો મનસ્વી નિર્ણય લીધો હોવાના કામદાર સંગઠન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના વટવા GIDC ફેજ-1 માં મંગલ ટેક્સટાઇલ્સ કંપનીના 350 કર્મચારીઓને અચાનક નોકરીમાંથી છુટા કરતા તે કર્મચારીઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, કોઈ કર્મચારીથી કંપનીમા કાપડને લઈને પંદરેક લાખનું નુકસાન થયું હોવાની વાતને લઈને તે કમૅચારીને કંપનીએ જવાબદાર ગણ્યો હોવાથી કમૅચારીઓનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના પગલે તે કર્મચારી સામે પગલાં ભરવાની વાતને લઈને તેના સાથી કર્મચારીઓએ વિરોધ કયો હતો.
જેમાં કંપનીએ આ વિરોધ કરતા કર્મચારીઓને કામ પર ન આવવું હોય તો તમારી જરૂર નથી તેમ કહ્યુંને ગેટનો દરવાજો બતાવી દીધો હતો. કામદારોના સળગતા પ્રશ્નોને લઈ કામદાર સંગઠન આ કર્મચારીઓની પડખે આવ્યું છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. કર્મચારીઓના કંપની નજીક ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેને લઈ ને જીઆઇડીસી વટવા પોલીસ ની ત્રણેક ગાડીઓનો કાફલો બોલાવી લેવાયો હતો.