અમદાવાદ : માસ્ક નહિ પહેરનારાઓએ 1,000 રૂપિયા દંડ ભરવો પડશે, દંડની રકમ ઘટાડવા કોર્ટનો ઇન્કાર

કોરોનાનું સંક્રમણ રોકવા માટે માસ્ક પહેરવું જરૂરી, પર્યાપ્ત વેકસીનેશન બાદ હાઇકોર્ટ વિચારણા કરશે.

અમદાવાદ : માસ્ક નહિ પહેરનારાઓએ 1,000 રૂપિયા દંડ ભરવો પડશે, દંડની રકમ ઘટાડવા કોર્ટનો ઇન્કાર
New Update

ગુજરાત હાઇકોર્ટે માસ્કના દંડની રકમ 1,000 રૂપિયાથી ઘટાડીને 500 રૂપિયા કરવાનો ઇન્કાર કરી દીધો છે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, માસ્ક નહિ પહેરવા બદલ 1000 રૂપિયાનો દંડ લેવામાં આવતો હોવા છતાં કોરોનાની બીજી અને ઘાતક લહેર આવી હતી. રાજયમાં પર્યાપ્ત માત્રામાં વેકસીનેશન થયા બાદ દંડની રકમ ઘટાડવા અંગે વિચારણા કરવામાં આવશે તેમ હાઇકોર્ટે જણાવ્યું છે.

રાજયમાં કોરોનાની બીજી લહેરમાં હજારો લોકો જીવ ગુમાવી ચુકયાં છે. ખાસ કરીને બીજી લહેર દરમિયાન સર્જાયેલી અરાજકતા બાબતે ગુજરાત હાઇકોર્ટે આકરૂ વલણ અપનાવી રાજય સરકારના કાન આમળ્યાં હતાં. કોરોનાની લહેર શાંત થયા બાદ સરકારે માસ્ક નહિ પહેરવા બદલ લેવામાં આવતી દંડની રકમમાં ઘટાડો કરવા માટે હાઇકોર્ટમાં રાવ નાંખી હતી. શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે, માસ્ક નહિ પહેરવા બદલ 1000 રૂપિયાનો દંડ લેવામાં આવતો હોવા છતાં કોરોનાની બીજી અને ઘાતક લહેર આવી હતી.

રાજયમાં પર્યાપ્ત માત્રામાં વેકસીનેશન થયા બાદ દંડની રકમ ઘટાડવા અંગે વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત હાઇકોર્ટે સંભવિત ત્રીજી લહેર સામે લડવા સરકારની તૈયારીઓની માહિતી માંગી હતી. કોરોના મામલે સુઓમોટો અરજીમાં સરકારે ત્રીજી લહેરને રોકવા કયા પગલાં લીધા છે તે અંગે સોંગદનામું રજુ કર્યુ હતું. જેમાં સરકારે જણાવ્યું છે કે, ત્રીજી લહેરને પહોંચી વળવા વેર હાઉસમાં 1,45,285 ઇન્જેકશનનો સ્ટોક કર્યો છે અને 6911 વેન્ટિલેટરને પણ તૈયાર કર્યા છે. દરેક ઓફિસો, મોલ, સિનેમાઘરો અને તમામ જગ્યાએ કર્મચારીઓને 10મી જુલાઇ સુધીમાં ફરજિયાત વેક્સિન લેવાના આદેશ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 2 કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે સપ્ટેમ્બર સુધીમાં 80 ટકા લોકોને વેક્સિન આપી દેવાનું સરકારનું લક્ષ્ય છે.

#Ahmedabad #Covid 19 #Ahmedabad Police News #Connect Gujarat News #mask fines #Corona Virus Guidelines
Here are a few more articles:
Read the Next Article