Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: SC-ST સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન, વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ જ્યારે વાગી રહ્યા છે.અનેક સમાજ દ્વારા પડતર પ્રશ્નોને લઇ આંદોલન કરવામાં આવી રહ્યા છે

X

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ જ્યારે વાગી રહ્યા છે.અનેક સમાજ દ્વારા પડતર પ્રશ્નોને લઇ આંદોલન કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં એસસી એસટી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદના નરોડા વિસ્તારમાં આજે SC-ST સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા.છેલ્લા કેટલાક સમયથી પડતર પ્રશ્નોને લઈને ચૂંટણી અગાઉ જ રેલી યોજી છે.સમાજ પર થતા અત્યાચાર અટકાવવા,RTEમાં બેઠક વધારવા,બોગસ પ્રમાણપત્ર રદ કરી બનાવનાર સામે કાર્યવાહી કરવા,ગ્રાન્ટ સમાજના હિતમાં જ વાપરવી સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવી છે.SC-ST સમાજના આગેવાન કલ્પેશ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી હવે જે પણ રાજકીય પાર્ટી રસ લઈને અમારી માંગણી નિરાકરણ લાવશે ચૂંટણીમાં તેને અમે સમર્થન આપીશું.આ માંગણી પૂરી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story