-
અમદાવાદમાં બાંગ્લાદેશી વસવાટનો મામલો
-
પોલીસે 800થી વધુ શંકાસ્પદ લોકોની કરી હતી અટકાય
-
ચંડોળામાં કાળા સામ્રાજ્ય પર મેગા ડિમોલિશન
-
500થી વધુ ઝુપડા પર બુલડોઝર ચલાવી કરાયા ધ્વસ્ત
-
કાર્યવાહી સામેની સ્ટેની અરજી હાઇકોર્ટે નકારી
અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. જોકે, હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટેની અરજી હાઇકોર્ટે નકારી કાઢી હતી.
અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. એવામાં હવે અહીં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવાર રાત્રિથી જ ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને ટ્રકો ગોઠવી દેવામાં આવ્યા હતા. અહીં ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે. અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરનો ખડકલો ચંડોળા તળાવ પાસે કરી દેવાયો છે.
ચંડોળામાં અત્યાર સુધી 500 જેટલા મકાનો અને ઝૂપડાં ધ્વસ્ત કરાયા છે. ત્યારે લલ્લા બિહાર નામનો વ્યક્તિ ખૂબ ચર્ચામાં છે.લલ્લા બિહારીએ પચાવી પાડેલી 2 હજાર વાર જગ્યા ખુલ્લી કરીને તેના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે. ફાર્મ હાઉસ રૂમ, કિચન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, ફુવારા, મીની સ્વિમિંગ પુલ, હીંચકા અને AC સહિતની સુવિધાઓથી સજ્જ હતું. લલ્લા બિહારી ગેરકાયદે ફાઇનાન્સનો ધંધો કરતો અને ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો પૂરો પાડતો હતો.
લલ્લા બિહાર પશ્ચિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. તે વ્યક્તિ દીઠ 10થી 15 હજાર રૂપિયા લેતો હતો અને જગ્યા ભાડે આપતો હતો. એટલું ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓને ખોટા દસ્તાવેજ બનાવી આપતો હોવાના આરોપ છે. ત્યારે પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી લીધી છે.
હાલ ડિમોલિશનના આ મુદ્દે 18 જેટલા અરજદારોએ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.જેની સુનાવણી થતા હાઇકોર્ટે આ અરજીને નકારી કાઢી હતી.