Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી લેક્સિકન વચ્ચે MOU, સી.એમ.ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી લેક્સિકન વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.

X

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી લેક્સિકન વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી લેક્સિકન વચ્ચે એમ.ઓ.યુ. સંપન્ન કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી લેક્સિકોન આ પહેલ તેમજ ઉમદા કામગીરી બદલ બન્ને સંસ્થાને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી લેક્સિકોન બન્નેએ ગુજરાતી ભાષામાં કોઈએ ન કરી હોય એવી સરાહનીય અને પ્રશંસનીય કામગીરી કરી છે ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એ ગુજરાતી ભાષાની વિકાસ યાત્રાનું એક મહત્વનું સાથી રહ્યું છે પણ ઝડપથી બદલાતા આ સમયમાં આધુનિક ટેકનોલોજી જરૂરત બની ગઈ છે, આવા સમયે સ્વર્ગસ્થ રતિલાલ ચંદરિયા ગુજરાતી લેક્સિકોન પહેલ દ્વારા આપણી ભાષાની અમૂલ્ય શબ્દભંડાર ડિજિટાઇઝ કરીને ભાષા સેવાની ધૂણી ધખાવી છે.બે વર્ષ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે, જેમાં માતૃભાષાના શિક્ષણ પર જ નહીં, શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Next Story