અમદાવાદ : યુવા મતદારોને રીઝવવા ભાજપ દ્વારા "માય ફર્સ્ટ વોટ ફોર મોદી" કેમ્પેઇનનો પ્રારંભ કરાયો...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો, ભાજપ દ્વારા 'માય ફર્સ્ટ વોટ ફોર મોદી' કેમ્પેઇનની શરૂઆત

New Update
અમદાવાદ : યુવા મતદારોને રીઝવવા ભાજપ દ્વારા "માય ફર્સ્ટ વોટ ફોર મોદી" કેમ્પેઇનનો પ્રારંભ કરાયો...

ગુજરાતમાં થોડાક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે, ત્યારે દરેક રાજકીય પક્ષ પોતપોતાની રીતે કેમ્પેઇન ડિઝાઈન કરી રહ્યા છે. પરંતુ ભાજપે આ વખતે સૌથી યુવા વોટર એટલે કે, એવા વોટર જે પ્રથમ વખત મતદાન કરવાના છે, તેમને રીઝવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. જેની અમદાવાદ ખાતેથી યુવા ભાજપ ગુજરાતના પ્રમુખ પ્રશાંત કોરાટે માહિતી આપી હતી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ સક્રિય બન્યું છે. ચૂંટણી પૂર્વે ભાજપ યુવા મોરચા દ્વારા 3 તબક્કામાં યુવા વોટરને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવશે. જેમાં કોલેજ અને ક્લાસીસ સહિતની જગ્યા 'માય ફર્સ્ટ વોટ ફોર મોદી' કેમ્પેઇન હેઠળ ડિજિટલ અને વન-ટુ-વન યુવાનોને આકર્ષવા માટે પ્રયાસો શરૂ કરાયા છે. ભાજપના યુવા મોરચા દ્વારા 'માય ફર્સ્ટ વોટ ફોર મોદી' અભિયાન શરૂ કરવામાં આવશે. યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં કેમ્પેઇન શરૂ કરી રહ્યા છીએ. જેમાં 3 તબક્કામાં સંપૂર્ણપણે ડિજિટલ કેમ્પેઇન મારફતે 18થી 25 વર્ષ સુધીના જે નવા મતદારોને જોડવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીના કાર્યકાળના કામો અંગે માહિતી આપવામાં આવશે. આગામી ચૂંટણીમાં PM મોદીના નામે આ મતદારો પાસે મત માંગવામાં આવશે.

તા. 10થી 16 ઓક્ટોબર સુધીના 3 તબક્કામાં યોજાશે. જેમાં 1 તબક્કામાં કોલેજ, શાળા, ટ્યુશન, ક્લાસીસમાં જ્યાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ મળી રહે, ત્યાં જઈને સંપર્ક કરવામાં આવશે. આ કેમ્પેઇન દરમ્યાન કોલેજમાં વકૃત્વ સ્પર્ધા યોજાશે. બીજા તબક્કાના કેમ્પેઇનની દિવાળી બાદ શરૂઆત થશે. તા. 5 નવેમ્બરથી ત્રીજા તબક્કાની શરૂઆત થશે. જેમાં યુવા કાર્યકરો ચાર રસ્તે પેમ્પ્લેટ આપશે, તો સ્કૂલ-કોલેજોમાં જઈ PM મોદીને વોટ આપવા માટે વિદ્યાર્થીઓને સમજૂતી આપવામાં આવશે.

Latest Stories