Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : "સલમાન"નું રહસ્યમય મોત, ગુપ્તાંગ પર ફેવીકવીક લગાવાઇ હોવાનો આક્ષેપ

અંજલિ વિસ્તારની હોટલમાં બે યુવતીઓ સાથે દેખાયા બાદ સલમાનને ગંભીર હાલતમાં ઘરે લાવવામાં આવ્યો હતો

X

અમદાવાદના જુહાપુરાના રહેવાસી અને રીકશા ચલાવતાં સલમાનના મોતનું રહસ્ય ઘેરાઇ રહયું છે. અંજલિ વિસ્તારની હોટલમાં બે યુવતીઓ સાથે દેખાયા બાદ સલમાનને ગંભીર હાલતમાં ઘરે લાવવામાં આવ્યો હતો જયાં તેનું મૃત્યુ થઇ ગયું હતું.

અમદાવાદના વેજલપુરના ફતેહવાડીમા રહેતા 29 વર્ષના યુવક સલમાન મિરઝાનું 25 જૂનના રોજ શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજયું હતું. પોતાના એકના એક દિકરાનુ મૃત્યુ થતા પરિવાર આઘાતમા છે.. બહેન અને મા-બાપનો ઘડપણની લાઠી છીનવાઈ જતા તેઓ ન્યાય માટે વલખા મારી રહયા છે.. ઘટનાની વાત કરીએ તો સલમાન મિરઝા તારીખ 23 જૂને ઘરેથી નીકળ્યો હતો.. અને ત્યાર બાદ 24 જૂનના રોજ તેના મિત્રો બેભાન અવસ્થામા લઈને આવ્યા હતા.. સલમાને MD ડ્ગ્સ લીધુ હોવાથી નશામાં હોવાનુ કહીને મિત્રો નીકળી ગયા,.,પરંતુ સાંજે પણ તેની હાલત ખરાબ થતા મિત્રો ડોકટર પાસે લઈને ઘરે મુકી ગયા હતા.. પણ સલમાનની હાલત સુધરવાના બદલે વધારે બગડી રહી હતી.. બીજા દિવસે પરિવારે સોલા સિવિલ હોસ્પીટલ લઈ જતા સારવાર દરમ્યાન સલમાનનુ મોત નિપજયુ.. આ ઘટનાથી આખો પરિવાર શોકમા છે.. પોતાના લા઼ડકવાયા દિકરાની મોતનુ કારણ જાણવા પોલીસ સ્ટેશનના ધકકા ખાય છે..

સલમાન મિરઝાના શંકાસ્પદ મોતને લઈને વિવાદ સામે આવ્યો છે.. કારણ કે સલમાન મોત પહેલા વાસણાની એક હોટલમાં તે બે યુવતી સાથે જોવા મળ્યો હતો.. જેમાં એક યુવતી સાથે તે રૂમમાં જાય છે અને સવારે લઠડીયા ખાતો બહાર પણ નીકળે છે.. પરિવારનો આરોપ છે કે સલમાનને એમડી ડ્ગ્સનો ઓવરડોઝ આપીને તેના ગુપ્તાંગ પર ફેવીકવીક લગાવી દેવામાં આવી હતી.. જેથી તેનુ મોત નિપજયુ છે.. પરંતુ ડોકટરના રિપોર્ટમા હજુ સુધી ફેવીકીક કે ડ્ગ્સને લઈને કોઈ સ્પષ્ટતા નહિ થઈ હોવાનુ પોલીસનુ કહેવુ છે. પોલીસે આ શંકાસ્પદ મોતને લઈને એફએસએલની મદદ લીધી છે..

Aસલમાન રિક્ષા ચલાવીને પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતો હતો.. માતા-પિતા અને બે બહેનોની જવાબદારી તેના પર હતી.. પરંતુ સલમાનના મોતનુ કારણ હજુ અકબંધ છે.. પોલીસની તપાસમા છેલ્લા સલમાન સાથે જોવા મળતી આ યુવતી તેની પૂર્વ ફિયાન્સી હતી.. પાંચ વર્ષ પહેલા તેમની સગાઈ થઈ હતી અને એક વર્ષ બાદ બન્ને સગાઈ તુટી ગઈ હતી. પરંતુ તેઓ સંપર્કમા હતા.. આ યુવતીની પણ પોલીસે પુછપરછ કરી છે પરંતુ હજુ સુધી સલમાનના મોતનું કોઈ કારણ જાણવા મળ્યું નથી.

Next Story