Connect Gujarat

અમદાવાદ: આ વખતે શેરી ગરબાનું રહેશે મહત્વ; પાર્ટી પ્લોટ, ક્લબમાં આયોજન કરવાની આયોજકોએ ના પાડી

પાર્ટી પ્લોટ, ક્લબમાં ગરબાનું નહી થાય આયોજન, આયોજકોએ ગરબાનું આયોજન કરવાની ના પાડી.

X

વિશ્વભરમાં ગુજરાતની આગવી ઓળખ ધરાવતા ગરબા છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે આયોજન કરવું શક્ય બન્યું નહોતું ત્યારે આ વર્ષે કોરોનાની બીજી લહેર ઓછી થતાં સરકારે તો ગરબાની પરવાનગી આપી પરંતુ આ વખતે પણ મોટા ગરબા જોવા નહી મળે.

નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવે ગણપતિ વિસર્જન બાદ લોકો નવરાત્રીની તૈયારીમાં લાગી ગયા છે. આ વર્ષ પાર્ટી પ્લોટ કે ક્લબમાં ગરબાનું આયોજન ન હોવાથી સોસાયટીના સભ્યો અને આયોજકો દ્વારા સોસાયટીમાં જ ગરબા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે હવે સોસાયટી મેમ્બર અને આયોજકો દ્વારા સોસાયટીની બહારના લોકોને ગરબા રમવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

સાથે સાથે સોસાયટીના લોકોને પણ ગરબા રમવા માટે વેક્સીન ફરજિયાત કરી છે. ડીજેવાળા, ઓરકેસ્ટ્રાવાળા અને સોસાયટીના લોકોને ગરબા રમવા માટે સર્ટિફિકેટ બતાવવુ ફરજિયાત છે. તમામ કલબ અને પાર્ટી પ્લોટ કે જે મોટા મોટા ગરબાનું આયોજન કરે છે તે લોકો ગરબા આયોજન કરવાની ના પાડી દીધી છે કારણકે 400 થી વધારે લોકોનું ગરબા રમવા માટે ભેગા કરી શકાશે નહીં જેથી આ લોકોએ નવરાત્રીનું આયોજન કરવાની જ ના પાડી છે. ત્યારે આ વખતે શેરી ગરબાનું મહત્વ વધારે રહેશે.

Next Story
Share it