અમદાવાદ : રાજયમાં નવા દ્રીભાષી માધ્યમને મળી મંજુરી, 30 શાળાઓમાં થશે અમલ

રાજય સરકારના પ્રયાસોથી અમદાવાદની 30 જેટલી શાળાઓમાં દ્રીભાષી માધ્યમને મંજુરી આપવામાં આવી છે.

અમદાવાદ : રાજયમાં નવા દ્રીભાષી માધ્યમને મળી મંજુરી, 30 શાળાઓમાં થશે અમલ
New Update

સામાન્ય રીતે ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓનું અંગ્રેજી અને અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓનું ગુજરાતી કાચુ હોય છે. આ સમસ્યાનો હલ લાવવા માટે 2016માં દ્વિભાષી માધ્યમને મંજૂરી આપવામાં આવી હતી. હાલ સુરતમાં ૨૯ જેટલી શાળાઓમાં બાળકો દ્રીભાષી માધ્યમમાં ભણી રહયાં છે ત્યારે હવે આગામી દિવસોમાં અમદાવાદના 30 શાળાઓ દ્વિભાષી માધ્યમથી બાળકોને ભણાવશે...

અમદાવાદ શહેર આચાર્ય સંઘ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા માતૃભાષા ગુજરાતીને લઈને વાર્તાલાપ યોજવામાં આવ્યો. ગુજરાત સરકારે ઠરાવ કરીને નવા દ્વિભાષી માધ્યમને મંજૂરી આપી દીધી છે. આ દ્વિભાષી માધ્યમમાં ગણિત અને વિજ્ઞાન આ બે વિષય અંગ્રેજીમાં ભણાવવાની જોગવાઈ છે. ખાનગી શાળાઓ પણ આ માધ્યમ સ્વૈચ્છિક ધોરણે શરૂ કરી શકે. વર્તમાન સમયમાં ગુજરાતી ભાષાનું મહત્વ ઘટી રહ્યું છે.

હાલના છાત્રો ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઉપર વધુ પકડ ધરાવે છે. બાળકો બંને ભાષા ગુજરાતી અને અંગ્રેજી એક સાથે સારી રીતે શીખી શકે તેના માટે આ દ્વિભાષી માધ્યમ મદદરૂપ રહેશે.

#ConnectGujarat #Ahmedabad #Educational News #અમદાવાદ #amdavad news #Education Update #Bilingual medium #દ્રીભાષી માધ્યમ
Here are a few more articles:
Read the Next Article