રાજ્યમાં નબળી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા કોંગ્રેસના નવા કર્ણધાર જગદીશ ઠાકોરની ભવ્ય રીતે તાજપોશી કાર્યક્રમ પૂર્વે ગાંધીનગરમાં ધારાસભ્ય દળની બેઠક બાદ વિધાનસભમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા અને જગદીશ ઠાકોરના નામની સતાવાર જાહેરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્માએ કરી હતી.
ગાંધીનગર ખાતે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં સિનિયર નેતાઓ સહિત પ્રભારી રધુ શર્માની હાજરીમાં આ બંને નામોનો પ્રસ્તાવ ધારાસભ્ય સમક્ષ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવા પર સહમતી સાધવામાં આવી હતી ગુજરાતમાં કોંગ્રેસના અસ્તિત્વ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જૂથવાદ ચરમસીમાએ છે.પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતાની પસંદગીમાં ઘણો સમય બરબાદ કર્યા બાદ આવી તમામ પ્રકારની અટકળો વચ્ચે કોંગ્રેસ 2022 પહેલા જ માસ્ટર સ્ટ્રોક ખેલી નાખ્યો છે. જે માસ્ટક સ્ટ્રોક ઓબીસી અને આદિવાસી ચહેરાના રૂપમાં છે કારણ કે અંતે તમામ પ્રકારની અટકળો વચ્ચે કોંગ્રેસ ખામ થિયરી અંદાજથી પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની સત્તાવાર રીતે પસંદગી કરી છે. બન્ને આગેવાનોએ કોંગ્રેસનાં મોવડી મંડળનો આભાર વ્યકત કર્યો હતો