અમદાવાદ : વાસણા વિસ્તારમાં યોજાયો રેશનકાર્ડનો NFSA કેમ્પ, જરૂરિયાતમંદોને મળશે લાભ...

વાસણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી તેમજ મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ પરિવારો રાજ્ય સરકારની અન્ન સુરક્ષા યોજનાનો લાભ લઈ શકે છે..

અમદાવાદ : વાસણા વિસ્તારમાં યોજાયો રેશનકાર્ડનો NFSA કેમ્પ, જરૂરિયાતમંદોને મળશે લાભ...
New Update

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી તેમજ મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ પરિવારો રાજ્ય સરકારની અન્ન સુરક્ષા યોજનાનો લાભ લઈ શકે તે માટે રેશનકાર્ડના NFSA ફોર્મ ભરવાનો કેમ્પ યોજાયો હતો. અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલ ગુપ્તાનગર સ્થિત રામદેવપીર મંદિર સંકુલમાં રેશનકાર્ડનો NFSA કેમ્પ યોજાયો હતો.

શ્રમજીવી તેમજ મધ્યમ વર્ગના પરિવારો રાજ્ય સરકારની અન્ન સુરક્ષા યોજનાનો લાભ લઈ શકે તેવા આશય સાથે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા નિયામક રાજેન્દ્ર પટેલ અને એલિસબ્રિજ ઝોનલ ઓફિસર સહદેવસિંહ રાઠોડ સહિત પુરવઠા વિભાગની ટીમે દિવસ દરમિયાન જરૂરિયાતમંદોના રેશનકાર્ડના NFSA ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા.

જોકે, આગામી માસથી તમામ જરૂરિયાતમંદો અન્ન સુરક્ષા યોજના હેઠળ રેશનકાર્ડથી અનાજ મેળવતા થાય તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં શહેર પ્રમુખ અને એલિસબિજના ધારાસભ્ય અમિત શાહ ઉપસ્થિત રહી પુરવઠા અધિકારીની કામગીરીને બિરદાવી હતી, અને જણાવ્યુ હતું કે, સરકારી કચેરીમાં રવિવારની રજા હોવા છતા શ્રમજીવી પરિવારોને અનાજ મળતું થાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે, તે અભિનંદનને પાત્ર છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #benefit #ration card #NFSA camp #Vasana area
Here are a few more articles:
Read the Next Article