Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : હવે, આઇકોનિક અટલ ફૂટ ઓવરબ્રિજ પર ફરવા જતાં પહેલા લેવી પડશે ટિકિટ...

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા આઇકોનિક અટલ ફૂટ ઓવરબ્રિજની 2 દિવસમાં 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી છે.

X

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા આઇકોનિક અટલ ફૂટ ઓવરબ્રિજની 2 દિવસમાં 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી છે, ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ પર જવા માટે ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનેલા આઇકોનિક અટલ ફૂટ ઓવરબ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારે છેલ્લા 2 દિવસમાં 1 લાખ લોકો આ બ્રિજની મુલાકાત લઈ ચૂક્યા છે. AMCને અવ્યવસ્થાનો ડર હતો, તેથી આવતીકાલથી અટલ બ્રિજ પર 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 30 અને બાળકો તેમજ 60 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 15 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે વિકલાંગો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. જેમાં આવતીકાલે 31 ઓગસ્ટથી ટિકિટના દર લાગુ પડશે. એટલું જ નહીં, મુલાકાતીઓ ફૂટ ઓવરબ્રિજ ઉપર માત્ર 30 મિનિટ જ ફરી શકશે, તેનાથી વધારે સમય ફરી શકશે નહીં.

આ સાથે જ લોકો ફૂટ ઓવરબ્રિજ અને ફ્લાવર પાર્કની સંયુક્ત ટિકિટ મેળવી શકે, તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. અટલ ફૂટ ઓવરબ્રિજ અને ફ્લાવર પાર્ક જોવા માટે 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 40 અને બાળકો તેમજ 60 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 20 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

Next Story