Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: અદાણી ગૃપના કથિત કૌભાંડ મામલે કોંગ્રેસ આક્રમક, વિરોધ પ્રદર્શન યોજાયુ

અદાણી ગૃપના કથિત કૌભાંડ મામલે આજરોજ અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

X

અદાણી ગૃપના કથિત કૌભાંડ મામલે આજરોજ અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી હિંડનબર્ગ રિપોર્ટના ઘટસ્ફોટ બાદ વિવાદોમાં ફસાયા છે.જેને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા દેશભરમાં SBI બેંક ની શાખાઓ અને LICની શાખાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે અમદાવાદ એલઆઇસી ઓફિસ બહાર ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે દેશભરમાં એલઆઇસી ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા એલઆઇસી ઓફિસ બહાર મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં શહેર પ્રમુખ નિરવ બક્ષી હાજર રહ્યા હતા

Next Story