Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: બોગસ પાસપોર્ટના આધારે એરપોર્ટ પર લંડનથી આવેલ યુવાનની પોલીસે બોગસ પાસપોર્ટ સાથે કરી ધરપકડ

એરપોર્ટ પર મંગળવારે એર ઇન્ડિયાની ફલાઇટમાં લંડનથી આવેલા એક મુસાફરને ઇમિગ્રેશન વિભાગે અટકાયત કરી હતી.

X

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે એર ઇન્ડિયાની ફલાઇટમાં લંડનથી આવેલા એક યુવાનની પોલીસે બોગસ પાસપોર્ટ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે એર ઇન્ડિયાની ફલાઇટમાં લંડનથી આવેલા એક મુસાફરને ઇમિગ્રેશન વિભાગે અટકાયત કરી હતી. 2018માં ભારતીય પાસપોર્ટ પર પોર્ટુગલ ગયેલો પેસેન્જર ચાર વર્ષ બાદ પોર્ટુગલનો પાસપોર્ટ લઇને લંડનથી પરત આવતા ઇમિગ્રેશન વિભાગે બોગસ પાસપોર્ટ હોવાની શંકાના આધારે સઘન પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી

પોર્ટુગલમાં તેણે કોઇ એજન્ટ મારફતે પાસપોર્ટ બનાવડાવ્યો હતો. ઇમિગ્રેશન વિભાગે એરપોર્ટ પોલીસને હવાલે કરી તપાસ માટે એસઓજીને સોંપ્યો હતો.પોરબંદરના બગવાદર તાલુકાના બેરણ ગામના રહેવાસી લખનસી કેશવાલા પાસે 2014થી 2024 સુધીનો ભારતીય પાસપોર્ટ હતો.2018માં તેના પર તે પોર્ટુગલ ગયો હતો. વિદેશમાં એક એજન્ટ પાસે રૂ.18 લાખમાં પોર્ટુગલનો નકલી પાસપોર્ટ બનાવ્યો હતો અને નામ બદલીને લેકમણે મહેન્દ્ર કરી દીધું હતું.

દરમિયાન પોર્ટુગલના પાસપોર્ટ પર તે કોઇ સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે લંડન પહોંચ્યો હતો. ત્યાંથી તે પ્રસંગ પતાવીને લંડનથી અમદાવાદ આવતા ઝડપાયો હતો. પોર્ટુગલના પાસપોર્ટમાં જન્મસ્થળ પોરબંદર હોવાથી ભાંડો ફૂટ્યો હતો.

Next Story