Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભારતીય માનક બ્યુરો ISIનો 76માં વર્ષમાં પ્રવેશ અવસરે નુક્કડ નાટક દ્વારા જાગૃતિ અભિયાન યોજાયું…

ભારતીય માનક બ્યુરોના 75 વર્ષ પૂર્ણ કરી આગામી તા. 6 જાન્યુઆરીએ 76માં વર્ષમાં પ્રવેશ કરે છે.

X

ભારતીય માનક બ્યુરોના 75 વર્ષ પૂર્ણ કરી આગામી તા. 6 જાન્યુઆરીએ 76માં વર્ષમાં પ્રવેશ કરે છે. જેની ઉજવણીના ભાગરૂપે ગુજરાત ઝૉન દ્વારા અમદાવાદ સહિત જુદા જુદા શહેરોમાં ઉત્પાદિત વસ્તુઓ ISI માર્કો સાથેના માનક બ્યુરોના નિયમ પ્રમાણે ચીજ-વસ્તુઓની ગ્રાહકો ખરીદી કરી શકે તે માટે અમદાવાદ બસ ડેપો પર નુક્કડ નાટક યોજવામાં આવ્યું હતું.

ભારતીય માનક બ્યૂરો દ્વારા ISI માર્કા સાથે સંબંધિત આ પ્રકારની ચીજ-વસ્તુઓની લોકોમાં ઓળખ પ્રસ્થાપિત થાય તે હેતુથી નુક્કડ નાટક સ્વરૂપે લોકોને જાગૃત કરવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ, માણેક ચોક, સોની બજાર, રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળો પર આ પ્રકારના માર્કાના ફાયદા જણાવવા લોકોને જાગૃત કરવાના હેતુથી નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કોઈપણ વસ્તુ લેતા પહેલા તે અસલી છે કે, નકલી તેની ખરાઈ કરો અને તે વસ્તુ ભારતીય માનક બ્યૂરો પ્રમાણિત છે કે, નહીં આ નુક્કડ નાટક સમગ્ર રાજ્યમાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story