Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને રૂ. 28 કરોડની છેતરપિંડી કરનાર પિતાની ધરપકડ, પુત્ર ફરાર

અમદાવાદ સાયબર ક્રાઈમમાં 28 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ ઠાકરશી ખેની અને તેમના દિકરા સાવન ખેનીની શોધખોળ હાથ ધરી હતી.

X

વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને છેતરપિંડી કરતા પિતા-પુત્ર વિરુધ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસે રૂ. 28 કરોડ 78 લાખની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદ સાઇબર ક્રાઇમ સ્ટડીમાં રહેલા આરોપીનું નામ ઠાકરશી ખેની છે. જે મૂળ સુરતના વરાછા વિસ્તારના રહેવાસી છે. પરંતુ આરોપી અને તેના દીકરાને અમદાવાદના એક વેપારીને સોફ્ટવેર ડેવલપમેન્ટના ઈન્વેસ્ટમેન્ટ પર 30 ટકાથી વધુનું પ્રોફિટ બનાવી છેતરપિંડી કરી હતી. ફરિયાદી પાસેથી આરોપીએ 28 કરોડ 87 લાખ 88 હજાર 720 રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપી યસ વર્લ્ડ પ્રોડ્યુસ પ્રાઇવેટ લિમિટેડ નામે કંપની ધરાવી અલગ અલગ સ્કીમ હેઠળ રોકાણ કરાવતા હતા. જેમાં વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને પણ છેતરપિંડી કરવામાં આવતી હતી.

અમદાવાદ સાયબર ક્રાઈમમાં 28 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ ઠાકરશી ખેની અને તેમના દિકરા સાવન ખેનીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં આરોપીએ વાપરેલ મોબાઈલ નંબર, બેન્ક એકાઉન્ટની વિગત તથા આઈએમઈઆઈ નંબર અને આપી એડ્રેસ મેળવી આરોપીની શોધખોળ કરતા ઠાકરશી ખેની સુરત ખાતેથી મળી આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદથી ધરપકડ કરવામાં આવી છે. જોકે, તેમનો પુત્ર હજી પણ ફરાર છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે, આરોપી પીતા-પુત્ર 2016થી સોફ્ટવેર કંપની ચલાવે છે. અને કસ્ટમર પાસેથી બેંકમાં રૂપિયા જમા કરાવવા, સ્ટુડન્ટને ટેબલેટ આપવા, રોકાણમાં વધુ નફો આપવો જેવી અલગ અલગ સ્કીમો બનાવી લોકો સાથે છેતરપિંડી કરે છે. જેથી પોલીસે આરોપીના મોબાઇલ અને કોમ્પ્યુટર જમા કરી આરોપીએ કેટલા રૂપિયા ક્યારે કોની પાસેથી મેળવ્યા તે અંગે તપાસ હાથ ધરી છે.

Next Story