અમદાવાદ: ફરી એક વાર લૂંટ વીથ મર્ડરનો બનાવ,વૃદ્ધની હત્યા કરી લૂંટ ચલાવાય

વૃદ્ધને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી લૂંટ ચલાવી હતી. જેમાં સોનાની ચેઇન, મોબાઇલ અને બાઈકની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા

New Update
અમદાવાદ: ફરી એક વાર લૂંટ વીથ મર્ડરનો બનાવ,વૃદ્ધની હત્યા કરી લૂંટ ચલાવાય

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં વૃદ્ધની હત્યા કરી લૂંટ ચલાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદવાદમાં આ મહિનામાં જ સિનિયર સીટીઝનની હત્યા કરી લૂંટ કરવાના બે બનાવ સામે આવ્યા છે. દિવાળીના તહેવારમાં ધનતેરસના દિવસે ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતીની હત્યા કરી લૂંટ કરવામાં આવી હતી ત્યારે અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં આવેલ અચેર ગામના ઠાકોરવાસમાં 63 વર્ષીય એક વૃદ્ધની હત્યા કરી લૂંટ કરવામાં આવી હતી.

જેમાં વૃદ્ધને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી લૂંટ ચલાવી હતી. જેમાં સોનાની ચેઇન, મોબાઇલ અને બાઈકની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતક વૃદ્ધ ત્રાગડ ગામમાં પોતાનું મકાન છે અને ત્યાં બીજુ મકાન અચ્છેર ઠાકોરવાસમાં છે ત્યાં કાલે વૃદ્ધ આવ્યા હતા.પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે