અમદાવાદ: રિવરફ્રન્ટ પર વધુ એક નવું આકર્ષણ ઉમેરાશે; ફૂટ ઓવરબ્રિજનું જાન્યુઆરીમાં થશે લોકાર્પણ

અમદાવાદને જાન્યુઆરીમાં એક નવી ભેટ મળશે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદને સાથે જોડતા સાબરમતિ રિવરફ્રન્ટનો ફૂટ ઓવરબ્રિજ

New Update
અમદાવાદ: રિવરફ્રન્ટ પર વધુ એક નવું આકર્ષણ ઉમેરાશે; ફૂટ ઓવરબ્રિજનું જાન્યુઆરીમાં થશે લોકાર્પણ

અમદાવાદને જાન્યુઆરીમાં એક નવી ભેટ મળશે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદને સાથે જોડતા સાબરમતિ રિવરફ્રન્ટનો ફૂટ ઓવરબ્રિજ જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જાય તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં સાબરમતિ રિવરફ્રન્ટનો ફૂટ ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જાય તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. શહેરના એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે તૈયાર થયેલા 300 મિટરના આઈકોનિક બ્રિજનું બાંધકામની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે બ્રિજના ફ્લોરિંગ, લાઈટિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી જાન્યુઆરીમાં આ બ્રિજ તૈયાર થઈ જશે. બ્રિજ પરથી મન મોહી લેતો નજારો જોવા મળશે. જોકે તે માટે મુલાકાતીઓએ ચાર્જ ચૂકવવો પડશે. ફૂટ ઓવર બ્રિજ પર આર્ટ કલ્ચર ગેલરી ઊભી કરાશે. આ ઉપરાંત ફૂડ સેન્ટર એટલે કે ખાણીપીણીના સ્ટોલ ઊભા કરાશે અને ફૂટ ઓવર બ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટીલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. એએમસી સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ આનું સંચાલન કરી રહી છે. બ્રિજ તૈયાર કરવા આશરે 2100 ટન લોખંડનો ઉપયોગ થયો છે. 300 મીટર લાંબા બ્રિજ તૈયાર કરવા આઈઆઈટી ચેન્નઈ અને રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ ડિઝાઇન ખાતાની મંજૂરી બાદ બ્રિજ બનવાની શરૂઆત થઈ હતી. ડિસેમ્બર-2021 સુધીમાં રાહદારીઓ, સાઇકલ ચાલકો માટે તેનો ઉપયોગ શરૂ થઈ શકશે.

Latest Stories