Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: નો ડ્રગ્સના સૂત્ર સાથે નાઈટ મેરેથોનનું આયોજન, હજારો લોકોએ દોડ લગાવી

અમદાવાદ રિવરફ્રન્ટ પર ડ્રગ્સની સામે પોલીસની ઝુંબેશમાં હજારો લોકો નાઇટ મેરેથોનમાં જોડાયા હતા.

X

અમદાવાદ રિવરફ્રન્ટ પર ડ્રગ્સની સામે પોલીસની ઝુંબેશમાં હજારો લોકો નાઇટ મેરેથોનમાં જોડાયા હતા. હજારો લોકો પોતાના રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રિવર ફ્રન્ટ ઇવેન્ટસેન્ટરથી સુભાષ બ્રિજ તરફ દોટ મૂકી હતી.

અમદાવાદીઓને એક નવું થ્રિલ અપાવવા માટે થ્રિલ એડિક્ટ હાફ મેરેથોન અમદાવાદમાં યોજાઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા. અલગ અલગ જગ્યાએથી આવેલા દોડવીરોએ પોતાના ઉત્સાહથી સમગ્ર વાતાવરણમાં ઉર્જા ફેલાવી હતી.સીએમ ભૂપેન્દ્ર પટેલે થ્રીલ એડિક્ટ મેરેથોનને ફ્લેગ ઓફ આપી હતી ત્યારબાદ જાણે આખું અમદાવાદ દોડતું હોય તેવી ચિત્ર સામે આવ્યું હતું ૫ ૧૦ અને ૨૧ કિમીની દોડમાં હજારો લોકો જોડાયા હતા શહેર પોલીસ દ્વારા ૧૦ લાખના ઈનામ પણ એનાયત કરવામાં આવ્યા હતા.આ મેરેથોન દરમિયાન અલગ અલગ જગ્યાએ બેન્ડ, ઝુંબા ડાન્સ, અલગ અલગ પરફોર્મન્સ, હેલ્થ ટીમ, હાજર હતા.

Next Story