અમદાવાદ : ૨૪ પાકિસ્તાની હિન્દુઓ ગર્વથી કહેશે કે We, The People Of India..

ભારતને પાડોશી દેશોમાંથી આવતાં લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય લીધો છે

New Update
અમદાવાદ : ૨૪ પાકિસ્તાની હિન્દુઓ ગર્વથી કહેશે કે We, The People Of India..

ભારતને પાડોશી દેશોમાંથી આવતાં લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય લીધો છે જે અંતર્ગત અમદાવાદમાં સ્થાયી થયેલાં 24 પાકિસ્તાની હીંદુઓને ભારતનું નાગરિકત્વ આપવામાં આવ્યું છે.

Advertisment

અમદાવાદમાં ૨૪ પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી તરફથી ૯૨૪ વ્યક્તિઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી છે. આજના કાર્યક્રમમાં કલેકટર સંદિપ સાગલે, ડીડીઓ અનિલ ધામેલિયા, આરડીસી પરિમલ પંડયા સહીતના અધિકારીઓ હાજર રહયાં હતાં. આ ૨૪ પાકિસ્તાની હિંદુઓ છેલ્લા ૭ વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા. નાગરિકતા અધિનિયમ પ્રમાણે ૭ વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. નોંધીનય બાબત છે કે, વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન ધર્મ ના લોકોને નાગરિકતા આપવાના અધિકાર પ્રદાન કરવામાં આવ્યાં છે.

Advertisment