/connect-gujarat/media/post_banners/2e1c55c1f258caa74ac70980ecb5a96bc1e626ee7b63c734262fc9ee1c3a17eb.jpg)
અમદાવાદ શહેરના દૂધેશ્વર વિસ્તારમાં આવેલ એક ખાનગી ઓફિસમાં PCBની ટીમે દરોડો પાડીને સટ્ટો રમાડનારા 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ તપાસમાં 1 હજાર 800 કરોડથી વધારેના રૂપિયાના વ્યવહાર મળી આવ્યા છે. આરોપીઓએ સટ્ટો રમાડવા અને બેંક એકાઉન્ટ મેનેજ કરવા આ ઓફિસ રાખી હોવાનું પણ સામે આવ્યું છે. અત્યાર સુધીના સટ્ટાના રેકેટમાં PCBને સૌથી મોટી સફળતા મળી છે. આ તમામ રૂપિયાનો હવાલો સિંગાપુર અને દુબઇ હવાલા મારફતે થતો હતો. તેમજ ઘરે સામાન્ય વ્યક્તિના એટલે કે, કોઈ અજાણ્યા વ્યક્તિના એકાઉન્ટમાંથી રૂપિયા કંપનીના એકાઉન્ટમાં જતા હતા. આ કંપનીઓ સટ્ટો રમવા માટે ઉપયોગમાં લેવાતી હતી. આ ઓફિસમાંથી ઈન્ટરનેશનલ એકાઉન્ટ મેનેજ કરાતું હોવાનું પણ સામે આવ્યું છે. PCBની તપાસમાં 500થી વધારે એકાઉન્ટ મળી આવ્યા છે. આ સાથે 100 જેટલા સિમકાર્ડ અને મોબાઈલ પણ મળી આવ્યા છે. IPl સટ્ટાકાંડમાં રેડ દરમિયાન નામચીન બુકીઓના ઓનલાઈન આઈડી મળી આવ્યા છે. જેમા મહાદેવ બુક, ક્રિષ્ના રેડ્ડી બુકના સટ્ટા એકાઉન્ટ મળી આવ્યા છે. ડાયમંડ એક્સચ નામના અનેક ઓનલાઈન સટ્ટા મળી આવ્યા છે. PCBની ટીમે સટ્ટાના પૈસા મેનેજમેન્ટ કરતા 4 આરોપીની ધરપકડ કરી છે. હાલમાં આ આખો સટ્ટો ઇન્ટરનેશનલ મની ટ્રાન્ઝેક્શન કેસમાં તપાસ શરૂ કરી છે. આ કેસમાં ઉડાણપૂર્વક તપાસ કરવા માટે એક એસઆટી બનવવામાં આવી છે. જેમાં 2 પીઆઇ, એક પીએસઆઇ, એક સીએ અને એક લીગલ ઓફિસરની નિમણૂક થઈ છે. આ કેસમાં ચાર મુખ્ય આરોપીઓએ દુબઇ માં ટેક્નિકલ ટ્રેઇનિંગ મેળવી હતી. છેલ્લા વર્ષોમાં અસંખ્ય અને અકલ્પનિય ટ્રાન્ઝેક્શન થયા હોવાનું અનુમાન લગવામાં આવી રહ્યું છે. એવો અંદાજ લગવામાં આવી રહ્યો છે કે, 2 વર્ષમાં 10 હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું અનુમાન લગવામાં આવે છે. સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગ માત્ર દેખાડો છે, કરોડોના ટ્રાન્ઝેકશન કરવાનું આ કૌભાંડ હોય તેમ લાગી રહ્યું છે. ઇન્ટલએક્ચ્યુઅલ સર્વિસના નામે વિદેશી કંપનીઓની આડમાં કરોડોનો ખેલ ચાલે છે. તપાસ એજન્સીએ બેન્કના જવાબદાર અધિકારીઓને તપાસ આ મદદ માટે બોલાવ્યા છે.અમદાવાદ : ક્રિકેટ સટ્ટાના સૌથી મોટા રેકેટનો PCBએ કર્યો પર્દાફાશ, 4 શખ્સની ધરપકડ...