Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની એક ઝલક જોવા લોકો ઉમટ્યા, વટવા રામકથા મેદાનમાં કર્યું સંબોધન

X

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું અમદાવાદ ખાતે આગમન

અમરાઈવાડી જતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોનું અભિવાદન ઝીલ્યું

ગુજરાતના પાગલો, તમે કેમ છો..? કહી વટવામાં સંબોધન કર્યું

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાતમાં 10 દિવસના દિવ્ય દરબારોના કાર્યક્રમો માટે આવી પહોંચ્યા છે. તેઓ આજે બપોરે ચાર્ટર્ડ પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા કાર મારફતે અમરાઈવાડી સ્થિત એક ભક્તના ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં જ લોકો તેમને મળવા ઊમટી પડ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કારમાંથી બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રી વટવા ખાતે રામકથા મેદાનમાં દેવકીનંદન ઠાકુર સાથે પહોંચ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શન માટે રામકથા મેદાનમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રી સ્ટેજ પર આવી પહોંચતા ભક્તો દ્વારા તેમનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે બાગેશ્વર બાબાએ સ્ટેજ પર આસન ગ્રહણ કરી ગુજરાતના પાગલો, તમે કેમ છો..? કહી સંબોધન શરૂ કર્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ભક્તિનો પ્રદેશ છે. આ સાથે જ તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, ગુજરાત સીતા-રામ ચરણને આગળ કરી રહ્યું છે.

Next Story