Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પેટ્રોલ અને ડીઝલના વિક્રેતાઓની કમિશન વધારવાની માંગ, અનોખી રીતે વ્યકત કરશે નારાજગી

વિક્રેતાઓ કમિશન વધારવાની કરી રહયાં છે માંગણી, દર ગુરૂવારે પેટ્રોલ અને ડીઝલની ખરીદી નહિ કરાય.

X

દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવોએ લોકોના ખિસ્સા ખાલી કરી નાંખ્યાં છે તેવામાં હવે પેટ્રોલ અને ડીઝલના વિક્રેતાઓની હડતાળના સમાચાર સામે આવી રહયાં છે. ડીઝલ અને પેટ્રોલના વેચાણ પાછળ મળતા કમિશનમાં વધારો કરવાની માંગ વિક્રેતાઓએ કરી છે.

પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે હવે વિક્રેતાઓની નારાજગી સામે આવી છે. ગુજરાતના પેટ્રોલ અને ડીઝલના વિક્રેતાઓ પોતાના કમિશન વધારવા માટે હવે લડત ચલાવી રહ્યા છે. પેટ્રોલિયમ એસોસિયેશન દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડીલર્સ દ્વારા ગુરુવારના દિવસે પેટ્રોલ-ડીઝલની ખરીદી કરવામાં આવશે નહીં. આ સાથે જ એક કલાક માટે સમગ્ર રાજ્યમાં 1 કલાક માટે CNGનું વેચાણ બંધ કરવામાં આવશે.

પેટ્રોલ- ડીઝલન તથા સીએનજીનું વેચાણ કરતાં વિક્રેતાઓનું કહેવું છે કે, ડીલર્સને મળતાં કમિશનમાં છેલ્લા ચાર વર્ષથી કંપનીઓએ વધારો કર્યો નથી. આ બાબતે અમે ચાર વર્ષથી રજુઆતો કરી રહયાં છે પણ કોઇ નિર્ણય નહિ લેવાતાં અમને આ પગલું ભરવાની ફરજ પડી છે. મોંઘવારીનો માર સહન કરી રહેલાં

ગ્રાહકોનું કહેવું છે કે એક તરફ સરકાર ભાવોને અંકુશમાં લેવામાં નિષ્ફળ રહી છે. જો હવે દર ગુરૂવારના રોજ પેટ્રોલપંપ અને સીએનજી સ્ટેશનો બંધ રહેશે તો લોકોને ભારે હાલાકી વેઠવી પડશે.

Next Story