Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી પહેલાં ભાજપમાં બેઠકોનો દોર

17મી સપ્ટેમ્બરના રોજ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, રાજયભરમાં જન્મદિવસની ઉજવણી અંતર્ગત યોજાશે વિવિધ કાર્યક્રમો.

X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 17 સપ્ટેમ્બરથી 07 ઓકટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે કોબા સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સંગઠનની બેઠક મળી હતી જેમાં સંગઠન મહામંત્રી રત્નાકરજીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે તેમના જન્મદિવસની ગુજરાતમાં ઉજવણી કરતાં હોય છે. આગામી તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનનો જન્મદિવસ આવી રહયો છે ત્યારે 17મી સપ્ટેમ્બરથી 7મી ઓકટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમોના આયોજન અંગે કોબા સ્થિત કમલમ ખાતે સંગઠનની બેઠક મળી હતી જેમાં ગુજરાત સંગઠનના મહામંત્રી રત્નાકરજી ખાસ હાજર રહયાં હતાં. 07 ઓકટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં હતાં. 2001થી 2021 સુધીની રાજકીય સફરના 20 વર્ષને જન્મદિવસની ઉજવણીમાં સાંકળી લેવામાં આવશે.

સેવા અને સમર્પણ અભિયાનના નેજા હેઠળ યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા નકકી કરી દેવામાં આવી છે. રાજયના દરેક મહાનગર, જિલ્લા, તાલુકાઓ અને ગ્રામ્યકક્ષાએ ભગવાન રામની સામુહિક આરતી કરવામાં આવશે. જયારે અમદાવાદમાં હદયરોગની બિમારીવાળા 71 બાળકોને સારવાર આપવામાં આવશે. બેઠકમાં મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા , ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ અને અન્ય પદાધિકારીઓ હાજર રહયાં હતાં.

Next Story