અમદાવાદ: પી.એમ.મોદીએ રૂ.85 હજાર કરોડથી વધુના રેલવે પ્રોજેકટની દેશવાસીઓને આપી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ 6 હજાર વિસ્તરણ અને વિકાસકાર્યો સંબંધિત રેલવે યોજનાઓનો શિલાન્યાસ કર્યો

અમદાવાદ: પી.એમ.મોદીએ રૂ.85 હજાર કરોડથી વધુના રેલવે પ્રોજેકટની દેશવાસીઓને આપી ભેટ
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ

અમદાવાદમાં રેલવેના કાર્યક્રમમાં આપી હાજરી

રૂ.85 હજાર કરોડના પ્રોજેકટની દેશવાસીઓને ભેટ

રેલવે મંત્રી અશ્વિની વૈષણવ પણ રહ્યા હાજર

10 નવી વંદેભારત ટ્રેનને આપી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી રૂ.85 હજાર કરોડના રેલવેના વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી અનેક રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર હતા.

PM મોદી આજે રાજ્યમાં 10 નવી વંદે ભારત ટ્રેનને ફ્લેગઓફ કરાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ 6 હજાર વિસ્તરણ અને વિકાસકાર્યો સંબંધિત રેલવે યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.આ સાથે દેશમાં સ્થાનિક ઉત્પાદોને પ્રોત્સાહન આપવા માટે 1500થી વધુ વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલનું પણ પ્રધાનમંત્રી લોકાર્પણ કર્યું છે.

આ સાથે 975 સ્થાનો પર સૌર ઉર્જાથી ચાલતા સ્ટેશન અને ઇમારતોનું લોકાર્પણ PM મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશના વિવિધ રેલવે જંક્શન પર બનાવાયેલા નવા 229 ગુડ્સ શેડનું પણ પ્રધાનમંત્રીએ ગુજરાતથી લોકાર્પણ કર્યું હતું 

#Ahmedabad #gujarat samachar #રેલવે પ્રોજેકટ #railway project #PM Modi Gujarat #અમદાવાદ
Here are a few more articles:
Read the Next Article