/connect-gujarat/media/post_banners/7a7ac6f712780275f3f78dac9f4248840bdd602c410acc1c42a954e5fc5c3e07.jpg)
વડાપ્રધાન મોદી તેમની માતા હીરાબાના 100મા જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર રાયસણ સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. સવારે 6.30 વાગ્યે PM મોદી માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, PM મોદી પોતાની માતા માટે ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા.
PM મોદી તેમની માતા હીરાબાના 100 માં જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર રાયસણ સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા સવારે 6.30 કલાકે . જ્યાં તેમણે અડધો કલાકથી વધારે સમય પોતાની માતા સાથે ગાળ્યો હતો. PM મોદી પોતાની માતા માટે ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા. PM મોદી માતા હીરા બાને શીરો ખવડાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પોતાની માતાના ચરણ ધોઈને આશીર્વાદ લીધા હતાં. PM મોદી પોતાની માતા માટે ખાસ ભેટ તરીકે સાલ લઈને પહોંચ્યા હતા, જે તેમને અર્પણ કરી હતી.માતા હીરાબાના ચરણ ધોઈ PM મોદીએ તે પાણીને પોતાના માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, PM મોદીના આગમનને લઈને ગાંધીનગરમાં રાયસણ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે ટાઈટ શેડ્યુઅલ વચ્ચે પણ પીએમ પોતાના માતા માટે સમય કાઢે છે તે ગૌરવ ની વાત છે.
હીરાબાના 100 વર્ષ નિમિતે . જગન્નાથ મંદિરમાં મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો અને હીરાબાના પરિવારજનો માટે ભંડારો યોજવામાં આવશે, જેમાં દાળ, ભાત, પૂરી, માલપુઆ પીરસવામાં આવશે. પરિવારને ભગવાન જગન્નાથ પ્રત્યે આસ્થા તેમજ શ્રદ્ધા જોડાયેલી છે, જેથી તેમના ઉપલક્ષમાં પૂજા, અર્ચન, દર્શન અને પ્રસાદનું આયોજન છે, તપ પીએમ મોદીના આવવાથી પાડોશીઓ પણ ઉત્સાહિત હતા પીએમ મોદી માટે આજે સવારે 5 વાગ્યા થી પાડોશીઓ પણ તૈયાર હતા આસપાસના સ્થાનિકોનું મોઢું મીઠું પણ કરાવવામાં આવ્યું હતું આમ પીએમ મોદીના આવવાથી સૌથી વધારે ખુશી જોવા મળી હતી .