Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: બેન્ક સાથે છેતરપિંડી કરનાર એક મહિલા સહિત પાંચ આરોપીઓની પોલીસે કરી ધરપકડ

પોલીસ કુલ 5 લોકોને પકડ્યા છે. જેમાં 1.95 કરોડની લોન પાસ કરાવી હતી. જેમાં ખોટા દસ્તાવેજ અને પુરાવા મૂકીને આ લોન લીધી હોવાનું સામે આવ્યું છે.

X

અમદાવાદમાં બેન્ક સાથે છેતરપિંડી કરનાર એક મહિલા સહિત પાંચ આરોપીઓની આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ આર્થિક ગુન્હા નિવારણ શાખાએ સીસી લોન અને ટર્મ લોન લઈને બેન્ક સાથે ચીટિંગ કરનારાઓને પકડી પડ્યા છે. પોલીસ કુલ 5 લોકોને પકડ્યા છે. જેમાં 1.95 કરોડની લોન પાસ કરાવી હતી. જેમાં ખોટા દસ્તાવેજ અને પુરાવા મૂકીને આ લોન લીધી હોવાનું સામે આવ્યું છે.

ઓચિરડ બ્યુટિક નામની પેઢીના નામથી રૂપલ બારોટ અને નીલેશ બારોટે વાસણા બ્રાન્ચની દેના બેંકમાંથી સી.સી.લોન અને ટર્મ લોન મળી કુલ 1.95 કરોડની લોન લીધી હતી જેના દસ્તાવેજ તમામ ખોટા હતા જે ગિરીશ ભેસણિયા સાથે મળી શ્રી મંગલ ફ્લેટ્સમાં a બ્લોકમાં 35 નબરનું મકાન જે અસ્તિત્વ નથી તે વેચી દીધું હતું અને તેના પર ભૂપેન્દ્ર પટલ દ્વારા મોર્ગેજ લોન મૂકેલી જેમાં બેન્ક મેનેજર કુલદીપરાજ સક્સેના મિલકત પર લોન પાસ કરી ભેગા મળી છેતરપિંડી આચરી હતી. જે બાબતે પોલીસે ફરિયાદ નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story