Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અચાનક પહોંચ્યા પોલીસ મથકોમાં, જુઓ પછી શું થયું..!

સૌથી પહેલી મિટિંગ નરોડા પોલીસ મથકે યોજાઇ હતી, તો બીજી મિટિંગ વસ્ત્રાપુર પોલીસ મથકમાં કરવામાં આવી હતી

X

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અઠવાડિયામાં દર મંગળવાર અને શુક્રવાર એમ 2 દિવસ તેમની ચેમ્બરમાં ટી મીટીંગ યોજવામાં આવે છે. શહેરમાં બનતી ઘટનાઓ, ડિટેકશન, પોલીસની કામગીરી, નવી યોજના સહિતની નીતિ વિષયક બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવે છે. આ મિટિંગમાં શહેરના ડીસીપી અને તેનાથી ઉપરના તમામ અધિકારીઓ હાજર રહેતા હોય છે.

જોકે, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હવે ટી મીટીંગ તેમની ચેમ્બરમાં નહીં, પરંતુ જુદા જુદા પોલીસ મથકોમાં રાખવાનું શરૂ કર્યું છે. પોલીસ કમિશનરનું માનવું છે કે, પોલીસ મથકની વાસ્તવિકતાનો ચિતાર મેળવવા તેમજ પોલીસ અને લોકોને નડતી સમસ્યાઓના નિરાકરણ લાવવાના ભાગરૂપે આ પહેલ કરવામાં આવી છે. સૌથી પહેલી મિટિંગ નરોડા પોલીસ મથકે યોજાઇ હતી, તો બીજી મિટિંગ વસ્ત્રાપુર પોલીસ મથકમાં કરવામાં આવી હતી, જ્યાં અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી પોલીસ મથકમાં આવતી અરજીઓ, દાખલ થતી ફરિયાદો, ક્રાઈમ રેકોર્ડ, હથિયારો, વાહન, પોલીસ તેમજ લોકોની સમસ્યા સહિતની કામગીરીનું રિવ્યુ કરવામાં આવ્યું હતું...

Next Story