અમદાવાદ : પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સેવા નિવૃત્ત થતાં પુષ્પવર્ષા સાથે ભવ્ય વિદાય અપાય

New Update
અમદાવાદ : પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સેવા નિવૃત્ત થતાં પુષ્પવર્ષા સાથે ભવ્ય વિદાય અપાય

શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સેવા નિવૃત્ત

કમિશનર સંજય શ્રીવાસ્તવનો વિદાય સમારોહ યોજાયો

પુષ્પવર્ષાથી પોલીસકર્મીઓએ કમિશનરને વિદાય આપી

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વયનિવૃત્ત થતાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે નિ વૃત્ત થઈ રહેલા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પોતાના સંબોધન દરમિયાન શહેરના યુવા પોલીસના અધિકારીઓની હાજરીમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વયનિવૃત્ત થતાં પહેલી વખત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશેષ પરેડનું આયોજન કરી પોલીસ કમિશનરને વિદાય આપવામાં આવી હતી. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પોતાના સંબોધન દરમ્યાન પોતાના અનુભવ અંગે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પોલીસ તપાસની પદ્ધતિમાં બદલાવની જરૂર છે. સાથે સાથે કોઈપણ ગુનામાં આરોપીને લાંબી સજા થાય એ પણ મહત્વપૂર્ણ અને જરૂરી બાબત ગણાવી હતી. હવે બદલાતા સમયની સાથે પોલીસના કામમાં પણ બદલાવ આવ્યો છે. પોલીસે લોકો શું ઈચ્છા છે, અને તેમની સમસ્યા શું છે, તે પારખીને કોમ્યુનિટી પોલીસ તરીકે કામ કરવાની જરૂરિયાત છે.

ભૂતકાળમાં અમદાવાદ શહેરમાં કામગીરી દરમિયાન પોતાના અનુભવને યાદ કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોમી રમખાણો થતાં તે સમયે પોલીસે અનેક સમસ્યાઓનો સામનો કરીને કામ કરવું પડતું હતું. પોલીસ ઉપર પથ્થર ફેંકવામાં આવતાં, એસિડ ફેકવામાં આવતો, હુમલાઓ કરવામાં આવતા હતા. પરંતુ હવે કોમી રમખાણો ભૂતકાળ બન્યા છે. તેની જગ્યાએ હવે કેટલાક નવા પડકારો આવ્યા છે. જોકે, અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વય નિવૃત્ત થયા છે, ત્યારે શહેર પોલીસ કમિશનર કોણ બનશે તેની સતત ચર્ચાઓ ચાલી રહી છે. અનેક નામોની વચ્ચે સરકારે આજે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નવા નામ જાહેર કરવાની જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી પ્રેમવીર સિંહને ચાર્જ સોંપવામાં આવ્યો છે, ત્યારે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની ખાલી પડેલી જગ્યા પર નવી નિમણૂક ન થાય ત્યાં સુધી ઇન્ચાર્જ તરીકે ચાલુ રાખવામાં આવશે.

Latest Stories