અમદાવાદ: પોલીસે ઇ ચલણના દંડની વસૂલાત વેગવંતી બનાવી, જુઓ એક દિવસમાં કેટલો દંડ વસૂલાયો

કોરોનાની બીજી લહેર સમાપ્ત થતા ટ્રાફિક પોલીસ હરકતમાં, ઇ ચલણના દંડની વસૂલાત વેગવંતી બનાવી.

અમદાવાદ: પોલીસે ઇ ચલણના દંડની વસૂલાત વેગવંતી બનાવી, જુઓ એક દિવસમાં કેટલો દંડ વસૂલાયો
New Update

અમદાવાદમાં કોરોના કાળ પછી બેદરકાર બનેલા શહેરીજનોને ચેતી જવાની જરૂર છે કારણ કે હવે જો ટ્રાફિકનાં નિયમોનુ પાલન નહી કરો તો દંડ ભરવો પડશે. ચાલુ વર્ષે કોરોના કાળમાં થોડો સમય માટે ઈ-ચલણ બંધ કરાયુ હતુ છતાં પણ પોલીસે 45 કરોડ રૂપિયા દંડ શહેરીજનો પાસે વસૂલ્યો છે.

કોરોનાની બીજી લહેર પૂર્ણ થતા જ શહેરીજનો અનલોકની વચ્ચે ઘરની બહાર હેલ્મેટ વિના નીકળતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે નિયમોનુ પાલન ન કરવુ તમને પડી શકે છે ભારે..। કારણ કે અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે ઈ-ચલણ આપવાની કામગીરીને ફરી વાર પહેલાની જેમ વેગવાન બનાવી છે.હાલમાં રોજનાં 2 હજારથી 2500 ઈ –ચલણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને મોકલવામાં આવી રહ્યા છે. હેલ્મેટ વિના, સીટબેલ્ટ પહેર્યા વિના તેમજ ત્રણ સવારી અને રોંગ સાઈડ વાહન ચલાવનાર લોકો સામે પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.

ટ્રાફિક વિભાગ દ્વારા પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 5-5 સ્કવોર્ડ બનાવવામાં આવ્યા છે। જે સ્કવોર્ડ અલગ અલગ પોઈન્ટ ઉપર ઉભા રહીને બાકી રહેલા ઈ-ચલણ ઉઘરાવવાની કામગીરી કરી રહી છે ત્યારે 28મી જુલાઈની એક જ દિવસની વાત કરવામાં આવે તો એક દિવસમાં 2369 ઈ-ચલણ જનરેટ કરવામાં આવ્યા હતા જેમાં દંડની રકમ 1.57 લાખ થાય છે. ચાલુ મહિને 19.87 લાખની ઈ-ચલણની દંડની રકમ વસૂલવામાં આવી છે જ્યારે 44 લાખની રકમ હજુ સુધી શહેરજનો પાસે વસૂલવાની બાકી છે.ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 45 કરોડ રૂપિયા ટ્રાફિક વિભાગે ઈ-મેમો નો દંડ તરીકે વસૂલ્યા છે જ્યારે હજુ પણ 154 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં બાકી છે.

મહત્વનુ છે કે શહેરમાં દરરોજ એક લાખથી વધુની રકમ દંડ સ્વરૂપે વસૂલવામાં આવે છે. ત્યારે હજુ પણ અનેક શહેરીજનો રોડ રસ્તા પર હેલ્મેટ વિના, સીટ બેલ્ટ વિના તેમજ ત્રણ સવારી અને રોંગ સાઇડમાં વાહન ચલાવતા જોવા મળે છે. ત્યારે આગામી દિવસમાં ટ્રાફિક વિભાગ POS મશીન સાથે રોડ પર ઉભા રહીને બાકી રહેલા ઇ-ચલણની રકમ લોકો પાસેથી વસૂલ કરશે.

#Ahmedabad #Traffic rules #Ahmedabad Police News #Connect Gujarat News #fine #Ahmedabad traffic Police #E Challan
Here are a few more articles:
Read the Next Article