અમદાવાદ : નવી ગાઇડલાઇનના અમલ માટે પોલીસ સજજ, ડીજીપીએ અધિકારીઓ સાથે કરી ચર્ચા

રાજયના મહાનગરો ઉપરાંત અન્ય શહેરોમાં રાત્રિ કરફયુ અમલમાં મુકાયો છે ત્યારે નવી ગાઇડલાઇનના ચુસ્ત અમલ માટે ડીજીપી આશિષ ભાટીયાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

New Update

રાજ્યમાં અમલી બનેલી નવી કોરોના ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે ત્યારે ડીજીપી આશિષ ભાટીયાએ દરેક જિલ્લાના એસપી અને રેન્જ આઈજી સાથે વિડિઓ કોન્ફરન્સ કરીને કડક અમલવારી માટે આદેશ આપ્યા છે. તેમણે સરકારી કચેરીઓમાં 50 ટકા હાજરીનો નિર્ણય લેવાય તેવા સંકેત આપ્યા હતા. વધુમાં તેમણે વિગતો આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડીયામાં જાહેરનામા ભંગના 3 હજાર કરતાં વધારે ગુન્હા દાખલ થયાં છે. ઉપરાંત જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થૂંકવા બદલ 25 હજાર જેટલાં વ્યકિતઓ પાસે રૂા .૨.૫૬ કરોડ જેટલો દંડ વસુલ કરાયો છે તથા એમ.વી. એકટ ૨૦૭ ની જોગવાઇઓના ભંગ બદલ કુલ ૩૧૪૨ વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે. તેમણે રાજકીય મેળાવડાઓમાં પોલીસની મુક પ્રેક્ષકની ભુમિકા અંગે પુછાયેલા સવાલનો પણ જવાબ આપ્યો હતો.

Latest Stories