Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવ નવી પેઢી માટે પ્રેરણારૂપ બનશે : PM મોદી

સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો તા. 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો,

X

ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો તા. 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો તા. 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે SP રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-પાઠ દ્વારા પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ PM નરેન્દ્ર મોદી, મહંત સ્વામી, મુખ્યમંત્રી, બ્રહ્મવિહારી સ્વામી, રાજ્યપાલ સ્ટેજ પર બેઠા હતા, અને ત્યારબાદ આ સ્ટેજ અડધો કિલો મીટર સુધી પ્રમુખ સ્વામીની મૂર્તિ તરફ આગળ વધ્યું હતું, જ્યાં તેમણે પ્રમુખ સ્વામીની ચરણ વંદના સાથે આરતી પણ ઉતારી હતી. ત્યારબાદ સંતો મહંતો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિનારાયણનગર પરિસરની મુલાકાત પણ લીધી હતી. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના કાર્યક્રમના અંતમાં મહંત સ્વામીએ PM મોદીને પ્રમુખ સ્વામીજીની મૂર્તિ તેમજ જીવન કમળની ખાસ ભેટ આપી હતી. આ પ્રસંગે પૂજ્ય મહંત સ્વામી મહારાજ સહિતના સંતો-મહંતો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story