Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: જિલ્લાની 21 વિધાનસભા બેઠકની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ, જુઓ તંત્ર દ્વારા શું કરાયું આયોજન

અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે યોજાનાર ચૂંટણી બાબતે તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.

X

અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે યોજાનાર ચૂંટણી બાબતે તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. આ અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાવાની છે.જે અંતર્ગત અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો માટે ચૂંટણીનું આયોજન હાથ ધરાયું છે.અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ ૨૧ બેઠકો છે જેમાં અમદાવાદ શહેરમાં ૧૬ અને અમદાવાદ ગ્રામ્યની ૫ બેઠકોનો સમાવેશ થાય છે. કુલ ૨૧ બેઠકોમાંથી ૧૯ સામાન્યસીટ જ્યારે ૨ અનુસૂચિત જાતિની બેઠકો છે, જેમાં ૫૪-દાણીલીમડા અને ૫૬- અસારવાબેઠકનો સમાવેશ થાય છે.અમદાવાદમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીના વ્યવસ્થાપન માટે સમગ્ર જિલ્લામાં ૫૫૯૯ મતદાન મથકો પર મતદાન થશે. જેમાં શહેરી વિસ્તારમાં ૪૩૯૧ અને ગ્રામ્ય વિસ્તારમાં૧૨૦૮ જેટલા મતદાન મથકોનો સમાવેશ થાય છે.અમદાવાદ શહેરનાં ૧૨૩૦ સ્થળો તથા ગ્રામ્યનાં ૬૯૭ સ્થળોએ મતદાન કેન્દ્રોને કાર્યરત કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે મતદાર યાદી સંબંધિત જાણકારી માટે ૧૯૫૦ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.

Next Story