વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન કર્યું. ખેલ મહાકુંભ પહેલા પીએમ મોદીનો ઇન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનના ત્રીજા રોડ શોને લઈને ડફનાળા રિવરફ્રન્ટ તરફના હિસ્સામાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.રસ્તાની બને બાજુ હજારોની ભીડે પીએમ મોદીને આવકાર્યા હતા.
પીએમ મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવતા પહેલા તેઓએ ત્રીજો રોડ શો કર્યો હતો શહેરના ઇન્દિરા બ્રીજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી આ રોડ શોમાં હજારોની જન મેદની ઉમટી પડી હતી. રસ્તાની બને બાજુ ઢોલ નાગર સાથે અને પુષ્પ વર્શા સાથે લોકોએ પીએમનું ભવ્ય સ્વાગત કર્યું હતું પીએમે પણ હાથ હલાવી લોકોનું અભિવાદન કર્યું હતું પીએમ પોતાના વતન માં હોઈ શહેરીજનો પણ ભારે ઉત્સાહ માં જોવા મળ્યા હતા નાના બાળકોથી લઇ મોટેરા સુધી હાર કોઈ મોદીની એક ઝલક જોવા આતુર હતા અંદાજિત 2 વર્ષ બાદ પીએમ મોદી અમદાવાદમાં રોડ શો કરી રહયા હતા શાહીબાગ ગાંધી આશ્રમ વાડજ સર્કલ ઉસ્માનપુરા થઇ પીએમ સરદાર પટેલ સ્ટેડાયમ પોહ્ચ્યા હતા