અમદાવાદ : હેલ્મેટ વિના અને સીટ બેલ્ટ નહિ બાંધનારા વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ

રાજયભરમાં ટ્રાફિકની મેગા ડ્રાઇવનો પ્રારંભ હેલ્મેટ નહિ પહેરનારાઓ પાસેથી 500 રૂા. દંડ લેવાયો અમદાવાદ શહેરમાં ચાલી રહયું છે ચેકિંગ

New Update
અમદાવાદ : હેલ્મેટ વિના અને સીટ બેલ્ટ નહિ બાંધનારા વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ

કોરોનાની મહામારી ઓછી થતાં માસ્કની વિદાય થઇ ચુકી છે ત્યારે હવે પોલીસે હેલ્મેટ વિના અને સીટ બેલ્ટ નહિ બાંધનારા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે..કોરોનાની મહામારીમાં પોલીસે માસ્ક નહિ પહેરનારાઓ પાસેથી કરોડો રૂપિયાની વસુલાત દંડ પેટે કરી છે. માસ્ક બાદ હવે પોલીસે ટ્રાફિકની મેગા ડ્રાઇવ શરૂ કરી છે જેની રવિવારથી શરૂઆત થઇ ચુકી છે.

હેલમેટ નહી પહેરનારા તથા સીટ બેલ્ટ બાંધ્યાં વગરના વાહનચાલકો પાસેથી 500 રૂપિયા દંડ લેવામાં આવી રહયો છે. માર્ગ અકસ્માતમાં મોત તથા ઇજાના બનાવો અટકાવવા માટે રાજય ભરમાં ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરાય છે.. આ મામલે પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને પત્ર લખીને જાણ કરવામાં આવી છે.

આ ઉપરાંત તેમના તરફથી કેટલો દંડ વસુલ કરવામાં આવ્યો, કેટલા કેસ કરાયા તેની માહિતી બીજા દિવસે સવારે આઠ વાગ્યા સુધી મોકલી આપવાનો આદેશ પણ કરાયો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરમાં વિવિધ સ્થળોએ પોલીસ વાહન ચાલકો પાસેથી દંડની વસુલાત કરી રહી છે.

Latest Stories