Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : L.D કોલેજના પ્રાધ્યાપકને OLX પર સાઇકલનું વેચાણ કરવું પડ્યું મોંઘું, 86 હજાર રૂપિયા પડાવી લીધા

એલ.ડી. એન્જીનિયરિંગ કોલેજમાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા સંદીપ રાઠોડે ઠગાઈની ફરિયાદ નોંધાવી

અમદાવાદ : L.D કોલેજના પ્રાધ્યાપકને OLX પર સાઇકલનું વેચાણ કરવું પડ્યું મોંઘું, 86 હજાર રૂપિયા પડાવી લીધા
X

વસ્ત્રાપુરમાં રહેતા અને એલ.ડી. એન્જીનિયરિંગ કોલેજમાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા સંદીપ રાઠોડે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. સંદીપભાઈએ તેમની સાઈકલના 2000 રૂપિયામાં વેચવા માટે પોસ્ટ મૂકી હતી. આ દરમિયાન ઓએલએક્સ પર એક સાઈકલ પસંદ પડતા યુવકે સંદીપભાઈ સાથે મોબાઇલ પર વાતચીત કરી હતી. યુવકે સંદીપભાઈ ને કહ્યું કે હું જમ્મુ-કાશ્મીરના પુલવામા ભારતીય સેનામાં ફરજ બજાવું છું.

તમારી સાઈકલ 1500માં મારે લેવી છે, વધુમાં તે યુવકે કહ્યું હતું કે મારી પત્ની અમદાવાદ આર્મી કેન્ટોનમેન્ટ માં રહે છે. તે સાંજે સાઈકલ લઈ જશે. ત્યાર બાદ યુવતી સંદીપભાઈ સાથે વાત કરી હતી. યુવકે સંદીપભાઈ ને મારે આર્મી કેમ્પમાંથી પૈસા ટ્રાન્સફર કરવા પડશે તેમ કહીને વિશ્વાસમાં લીધા હતા. યુવક અને યુવતીના કહ્યા મુજબ સંદીપભાઈ એ એક લિન્કમાં દસ રૂપિયા ટ્રાન્સફર કરતા જ તેમના ખાતામાંથી 86 હજાર રૂપિયા ડેબિટ થઈ ગયા હતા.

Next Story