અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવ્યો પ્રોજેકટ ‘બ્રહ્માસ્ત્ર, 200 સ્થળ પર સ્માર્ટ કેમેરા ફીટ કરવામાં આવશે

અમદાવાદ શહેરમાં 200 સ્થળ પર સ્માર્ટ કેમેરા ફીટ કરવામાં આવશે, જેની મદદથી શહેરની 80 લાખથી વધુ વસ્તી કેમેરામાં સ્કેન કરવામાં આવશે.

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવ્યો પ્રોજેકટ ‘બ્રહ્માસ્ત્ર, 200 સ્થળ પર સ્માર્ટ કેમેરા ફીટ કરવામાં આવશે
New Update

અમદાવાદ શહેરમાં 200 સ્થળ પર સ્માર્ટ કેમેરા ફીટ કરવામાં આવશે, જેની મદદથી શહેરની 80 લાખથી વધુ વસ્તી કેમેરામાં સ્કેન કરવામાં આવશે. આ કેમેરા જાતે જ શંકાસ્પદ વ્યક્તિ કે અગાઉથી જ અપલોડ કરાયેલા ડેટા આધારે આરોપીઓને ઓળખી કાઢશે. એટલું જ નહીં પોલીસ પણ શંકાસ્પદ વ્યક્તિનો ફોટો અપલોડ કરી જે તે વ્યક્તિની છેલ્લા દસ દિવસની હિલચાલથી માંડીને જે તે દિવસે જો કેમેરાની નજરમાં આવ્યો હશે તો તે છેલ્લા લોકેશન સુધીની વિગતો ગણતરીની સેકન્ડમાં જ મેળવી શકશે. આ પ્રોજેક્ટનું નામ છે ‘બ્રહ્માસ્ત્ર’. જેનો પાઈલટ પ્રોજેક્ટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂ કરી દેવાયો છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ‘એકલવ્ય’ અને ‘પથિક’ જેવી એપ્લિકેશન બનાવ્યા બાદ હવે ‘બ્રહ્માસ્ત્ર’ નામનું સોફ્ટવેર બનાવ્યું છે.

આ સોફ્ટવેરની કાર્યપદ્ધતિ હોલિવૂડની ફિલ્મોમાં દર્શાવાતાં એક્શન સીન જેવી જ છે. પોલીસને શંકા જાય તે વ્યક્તિનો ફોટો કોઈ પણ એંગલથી અપલોડ કરશે કે તરત જ શહેરમાં લાગેલા 200 સ્માર્ટ કેમેરા 360 ડિગ્રી એંગલથી લાખો વ્યક્તિઓને સ્કેન કરીને ગણતરીની સેકન્ડ્સમાં જ જે તે વ્યક્તિને શોધી આપશે. શરત એટલી જ કે બસ તે વ્યક્તિ કેમેરા સામેથી છેલ્લા દસેક દિવસમાં પસાર થઈ હોવી જોઇએ. આ સ્માર્ટ કેમેરા રોજ રસ્તા પરથી પસાર થતા લાખો લોકોને સ્કેન કર્યા કરશે. હાલ અમદાવાદમાં લાગેલા સીસીટીવી કેમેરા ટ્રાફિક નિયમન માટેના છે. હાલ પાઈલટ પ્રોજેક્ટ ચાલુ છે. જોકે, અમે શહેરનાં 200 સ્થળ નક્કી કરી લીધાં છે. જે જગ્યા પર કેમેરા લાગશે. આ કેમેરા 360 ડિગ્રીએ રોડ પર જે તે વ્યક્તિને સ્કેન કરશે. આ સોફ્ટવેરમાં અગાઉથી જ અપલોડ કરેલા ગુનેગારોના ફોટા સાથેના ડેટાનો પણ સોફ્ટવેર જાતે જ ઉપયોગ કરી જે તે ગુનેગાર ક્યાં ફરે છે તે માહિતી રોજેરોજ અલગ તારવશે. જેનો જરૂર પડે પોલીસ ઉપયોગ કરી શકશે. અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી આવતી ગુનેગાર ગેંગની વિગતો આધારે ત્યાંના ગુનેગારોનો ફોટા સાથેનો ડેટા પણ આ સોફ્ટવેરમાં અપલોડ કરાશે. જેથી પોલીસની જાણ બહાર અમદાવાદમાં જો કોઈ ગુનેગાર ફરતો હશે તોપણ પોલીસને એલર્ટ મળી જશે. અમદાવાદમાં સફળ થતા આ પ્રોજેક્ટ ગુજરાતભરમાં પણ લાગુ કરાશે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #Crime branch #Project #Brahmastra #smart cameras
Here are a few more articles:
Read the Next Article