/connect-gujarat/media/post_banners/dddeabd4bac59ea8e9b56d2e990880c6512bc755095dac570625162363f72370.jpg)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો દ્વારા વિવિધ પડતર પ્રશ્નોની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું
છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં સરકારી કર્મચારીઓ પેન્શન સહિતના પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે આંબેડકર જયંતિ નિમિતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો સારંગપુર ખાતેની પ્રતિમા પાસે એકઠા થયા હતા અને વિરોધ કરી રહ્યા હતા.જોકે વિરોધ કરી રહેલા શિક્ષકોને પોલીસે રોક્યા પણ હતા.શિક્ષકો ભેગા થઈને બેનર સાથે પડતર પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યા હતા.શિક્ષકોની માંગણી છે કે તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજના પ્રમાણે પેન્શન આપવામાં આવે,શિક્ષકોને જિલ્લાના શિક્ષકોની જેમ 4200 ગ્રેડ પે આપવામાં આવે અને સાતમા પગાર પંચના લાભ તાત્કાલિક આપવામાં આવે.શિક્ષકો રોડ પર વિરોધ કરી રહ્યા હતા
ત્યારે પોલીસે તમામ શિક્ષકોને રોકીને વિરોધ પ્રદર્શન કરતા અટકાવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે પેન્શન સહિતના લાભ ન મળે તો શિક્ષકોને મુશ્કેલી પડે છે.સમાન કામ છે છતાં શિક્ષકોના વેતનમાં ફેરફાર છે.અમારી માંગણીઓને લઈને અમે રજૂઆત કરી છે છતાં માંગણીઓ પૂરી નહીં થાય તો રાજ્યના 1.50 લાખ શિક્ષકો આગામી દિવસમાં વિધાનસભાનો ઘેરાવ કરશે