અમદાવાદ: રખિયાલ ઝોનલ કચેરી દ્વારા આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે વોટ્સએપ નંબર શરૂ કરાયો,જુઓ કેવી રીતે મેળવી શકશો લાભ

અમદાવાદની રખિયાલ ઝોનલ કચેરી દ્વારા ગુડ ગવર્નન્સના ભાગરૂપે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે રેશનકાર્ડમાં જરૂરી અંગ્રેજી અપડેટની કામગીરી માટે વોટ્સએપ નંબર શરૂ કરવામાં આવ્યો છે.

અમદાવાદ: રખિયાલ ઝોનલ કચેરી દ્વારા આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે વોટ્સએપ નંબર શરૂ કરાયો,જુઓ કેવી રીતે મેળવી શકશો લાભ
New Update

અમદાવાદની રખિયાલ ઝોનલ કચેરી દ્વારા ગુડ ગવર્નન્સના ભાગરૂપે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે રેશનકાર્ડમાં જરૂરી અંગ્રેજી અપડેટની કામગીરી માટે વોટ્સએપ નંબર શરૂ કરવામાં આવ્યો છે.

અમદાવાદની રખિયાલ ઝોનલ કચેરી દ્વારા ગુડ ગવર્નન્સના ભાગરૂપે ભારત સરકારની આયુષ્યમાન યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે રેશનકાર્ડમાં જરૂરી અંગ્રેજી અપડેટની કામગીરી માટે અરજદારોને ભાડું અને સમય ખર્ચીનેઝોનલ કચેરી સુધી આવવું ના પડે અને ઘરે બેઠા સરકારી યોજનાનો લાભ મળે, પેપરલેશ અને ફેસલેસ કામગીરીથી સિસ્ટમમાં પારદર્શિતા લાવી શકાય તે માટે whatsapp નંબર જાહેર કરવામાં આવે છે જેના ઉપર અરજદારે પોતાના રેશનકાર્ડના પહેલા અને છેલ્લા પાના ની પેજ ની નકલ અને રેશનકાર્ડમાંના દરેક સભ્યના આધારકાર્ડની આગળ પાછળના પેજ ની નકલ મોકલવાની રહેશે.. જેના આધારે કચેરી દ્વારા અંગ્રેજી અપડેટની કામગીરી એક જ દિવસમાં પૂર્ણ કરી અરાજદારોને કામગીરી પૂર્ણ થયા બાબતનો સક્સેસનો ફોટોગ્રાફ અને મેસેજ મળી જશે.

#Gujarat #benefits #Connect Gujarat #BeyondJustNews #launched #Ahmedabad #Ayushman cards #Rakhial zonal office
Here are a few more articles:
Read the Next Article