Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : 1946માં રથયાત્રા વેળા થયાં હતાં હુલ્લડો, વસંત- રજબે ટોળા સામે ભીડી હતી બાથ

વસંત અને રજબ હતાં એકબીજાના હતાં મિત્રો, કોમી એકતા માટે બંને મિત્રોએ આપ્યાં હતાં પ્રાણ.

X

અમદાવાદમાં વર્ષોથી નીકળતી રથયાત્રા દરમિયાન 1946ની સાલમાં હુલ્લડોને રોકવા માટે વસંત અને રજબ નામના બે મિત્રોએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી. પહેલી જુલાઇના રોજ બંને જીગરજાન મિત્રોની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

અમદાવાદમાં દર વર્ષે નીકળતી રથયાત્રામાં કોમી એકતા જોવા મળે છે અને આ મિશાલને કાયમ રાખવા માટે વસંત અને રજબ નામના મિત્રોએ પ્રાણ ન્યોછાવર કરી દીધાં હતાં. વસંત અને રજબ વિશે વધુ વાત કરવામાં આવે તો 1946માં રથયાત્રા કાલુપુરની તે સમયની રાજમહેલ હોટલ પાસે પહોંચી ત્યારે અચાનક હુલ્લડો શરૂ થઇ ગયાં હતાં. જોતજોતામાં હિંસાએ આખા શહેરને બાનમાં લઇ લીધું હતું. આ સમય દરમિયાન અમદાવાદમાં રતપોળ અને માણેક ચોકમાં સોના-ચાંદીની દુકાનો ટોળાએ લુંટી હતી. આ ઉપરાંત રાયખડ અને જમાલપુરમાં રમખાણોની અસર જોવા મળી હતી. આ હુલ્લડોમાં બંને કોમના ટોળાની સમજાવટમાં વસંત અને રજબ નામના મિત્રોએ જાન ગુમાવી દીધાં હતાં. કોમી એકતાનું પ્રતીક સમાન વસંત -રજબની 70મી પુણ્યતિથિ નિમિત્તે પહેલી જુલાઇના રોજ ગાયકવાડ હવેલી સ્થિત વસંત રજબ બંધુત્વ સ્મારકમાં તેમણે શ્રધ્ધાસુમન અર્પણ કરાયાં હતાં.

આ અવસરે અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ સહિત ઉદય હેગિષ્ટ તેમજ અન્ય મહાનુભવો હાજર રહયાં હતાં. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જણાવ્યું કે હતું કે, આવા મહાપુરુષોના કારણે દેશ તથા રાજ્યમાં કોમી એકતાની મિશાલ જોવા મળે છે. અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રા બાબતે તેમણે જણાવ્યું કે સ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવશે.

Next Story