અમદાવાદ : રથયાત્રા રૂટના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગશે કર્ફ્યૂ, ચૂસ્ત બંદોબસ્તમાં નીકળશે રથયાત્રા

ગુજરાતમાં વિવિધ સ્થળે રથયાત્રાની સરકારે આપી પરવાનગી, રથયાત્રાને લઈ શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી.

New Update
અમદાવાદ : રથયાત્રા રૂટના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગશે કર્ફ્યૂ, ચૂસ્ત બંદોબસ્તમાં નીકળશે રથયાત્રા

અમદાવાદ સહિત ગુજરાતમાં વિવિધ સ્થળે રથયાત્રાને સરકારે પરવાનગી આપી છે. ત્યારે દેશની બીજી સૌથી મોટી અમદાવાદની રથયાત્રાને લઈને શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ, પોલીસ બંદોબસ્ત, બેરિકેડિંગ તથા કોરોનો ગાઈડલાઈન સહિતની તમામ વિગત આપી હતી.

અમદાવાદમાં ભગવાન જગન્નાથનો 144મી રથયાત્રા યોજવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે ત્યારે આ રથયાત્રા 22 કિલોમીટરના રૂટમાં ફરે છે જેમાં રથયાત્રા રૂટના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે અને એ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. આ કરફ્યુ માત્ર રથયાત્રાના દિવસ દરમ્યાન રાખવામાં આવ્યો છે.

આ રથયાત્રામાં 20 ખલાસી સાથે ત્રણ રથ હશે. જો લોકો રથયાત્રા જોવા આવશે તો તેમની સામે કાર્યવાહી થશે. કર્ફ્યૂનો સમય સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રહેશે. પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો, ડિસપી અને તેનાથી ઉપરની કક્ષાના અધિકારી -42 એસીપી-74, પીઆઈ -230, પીએસઆઇ -607, પોલીસકર્મી -11800, SRP કંપની-34, CAPF કંપની-9, ચેતક કમાન્ડો-1, હોમગાર્ડ-5900, BDDS ટીમ-13, QRT ટીમ-15 રથયાત્રામાં તૈયાનત રહેશે. જોકે, રથયાત્રા વહેલી પૂરી થઈ જશે તો કર્ફ્યૂ વહેલા ઉઠાવી દેવામાં આવશે તેમ પણ શહેર પોલીસ કમિશનરે જણાવ્યુ છે.

મહત્વનુ છે કે, જે પ્રમાણે કોરોના મહામારી ચાલી રહી છે તેને જોતા બીજી લહેર બાદ ત્રીજી લહેર ન આવે લોકો ભેગા ન થાય તેનું પૂરતું ધ્યાન રખાશે. ત્રણ લેયરમાં રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત ગોઠવાશે. ગાયકવાડ હવેલી, શહેર કોટડા, કારંજ, કાલુપુર, માધુપુરા, દરિયાપુર, ખાડિયા, શાહપુર પોલીસ મથકમાં આવેલા વિસ્તારમાં કર્ફ્યૂની અમલવારી થશે. રથયાત્રામાં કોઈ હાથી, ટ્રક, ભજન મંડળીને મજૂરી આપવામાં આવી નથી. રથયાત્રાના દિવસે કરફ્યુ વિસ્તારોમાં અને મંદિરની નજીકમાં ખાસ નક્કી કરેલા લોકો જ આવી શકશે. સ્થાનિકો પાસેથી અપેક્ષા અને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ઘરની બહાર ન નીકળે અને ટીવી પર ભગવાનના દર્શન કરે.

Latest Stories