Connect Gujarat

અમદાવાદ : ગોદરેજ ગાર્ડન સીટીના બિલ્ડર સામે વિરોધ, સુવિધાઓ ન અપાતી હોવાનો રહીશોનો આરોપ

X

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મત વિસ્તાર ઘાટલોડીયામાં આવેલી ગોદરેજ ગાર્ડન સીટીમાં રહીશોએ બિલ્ડર સામે આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો.

અમદાવાદમાં આવેલી ગોદરેજ ગાર્ડન સીટીના રહીશોએ બિલ્ડર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. બિલ્ડરે વાયદા પ્રમાણે સુવિધાઓ ન આપી હોવાથી મહિલાઓએ થાળીઓ ખખડાવી વિરોધ કર્યો હતો. રહીશોનો આક્ષેપ છે કે, બિલ્ડરે મેઇન્ટેનન્સના નામે પહેલેથી જ રૂપિયા ઉઘરાવી લીધા હોવા છતાં રોડ, પાણી તથા ડ્રેનેજ વ્યવસ્થાનું યોગ્ય મેઇન્ટેનન્સ થતું નથી. બિલ્ડરની બેદરકારી સામે સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહયો છે. વારંવાર રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નહી થતાં મહિલાઓએ થાળી ખખડાવી વિરોધ કર્યો હતો. કાજલ ઢોલરિયાએ જણાવ્યું કે અહીં દેખાવ કરતા પહેલા અમે તમામ કક્ષાએ રજૂઆત કરી હતી. તેમ છતાં પણ અમારી વાત પર કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી. જ્યારે અમે પ્રોપર્ટી ખરીદવા આવ્યા ત્યારે જે વાયદાઓ કરાયાં હતાં તે પુરા કરાયાં નથી અને ઉલટાનું અમારી પાસેથી મેઇન્ટેનન્સના નામે રૂપિયા ઉઘરાવી લેવાયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સોસાયટી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં આવેલી છે...

Next Story
Share it