અમદાવાદ : 15 વર્ષના કિશોર સાથે રીક્ષા ચાલકે કર્યું ન કરવાનું કૃત્ય, થયો જેલ ભેગો...

બાપુનગર વિસ્તારમાં રીક્ષા ચાલકે કર્યું કૃત્ય માનસિક અસ્થિર કિશોર સાથે કર્યું જધન્ય કૃત્ય જધન્ય કૃત્ય કરનારની પોલીસે કરી ધરપકડ

New Update
અમદાવાદ : 15 વર્ષના કિશોર સાથે રીક્ષા ચાલકે કર્યું ન કરવાનું કૃત્ય, થયો જેલ ભેગો...

પોલીસની ગિરફતમાં દેખાતા આ નરાધમે એવું દુષ્કૃત્ય કર્યું છે કે, તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. અમદાવાદના બાપુનગરમાં રહેતી મહિલાએ આરોપી સામે પોતાના 15 વર્ષના માનસિક અસ્થિર પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.

રવિવારે બપોરના સમયે ફરિયાદી મહિલાનો પુત્ર ફોનમાં ગેમ રમતો હતો અને બાદમાં થોડી વાર બહાર જવાનું કહીને નીકળ્યો હતો. જોકે, 15-20 મિનિટ બાદ કિશોર ઘરે આવતા તેના કપડાં અસ્ત વ્યસ્ત હતા, જેથી માતાએ તેને શું કરીને આવ્યો એમ પૂછતાં તે ગુસ્સે થઈને ઘરની બહાર જ બેસી ગયો હતો. જોકે, રાત્રે માતાએ કિશોરને પટાવી ફોસલાવી પૂછતાં તેને પોતાની સાથે બનેલી ઘટના વર્ણવી હતી. જેમાં મેરુ ઉર્ફે ખૂંધીયો પૈસા આપવાનું અને ચોકલેટ ખવડાવવાનું કહીને પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં કિશોરના કપડાં કાઢી તેના સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જેથી માતાએ કિશોરના કપડાં જોતા તેમાં લોહીના ડાઘા જોવા મળ્યા હતા. જે મામલે બાપુનગર પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.