એક જ અઠવાડિયામાં ગુજરાત ગેસ દ્વારા CNG ના ભાવમાં બીજો મોટો વધારો ઝીંકી દેવાયો છે. ગુજરાત ગેસ દ્વારા આવતીકાલથી 2.58 રૂપિયા પ્રતિ કિલો ગેસમાં ભાવ વધારો કરાયો છે. નવો ભાવ 79.56 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો છે ત્યારે રિક્ષા ચાલકો દ્વારા આજે એક દિવસની પ્રતીક હડતાલ રાખવામાં આવી છે. જેમાં લોકોને સ્વંયમભુ જોડાવા અપીલ કરવામાં આવી છે.ગુજરાત ગેસે 6 એપ્રિલના રોજ CNGના ભાવમાં 6.45 રૂપિયાનો વધારો કર્યો હતો.
તો અઠવાડિયામાં જ વધુ એક વખત 2.58 રૂપિયાનો વધારો કરવામાં આવતા લોકો મૂંઝવણમાં મૂકાયા છે. અઠવાડિયામાં કુલ 9.03 રૂપિયાનો વધારો થયો છે.જેને પગલે સૌથી વધારે અસર રીક્ષા ચાલકો પર પડી છે જેના વિરોધમાં અમદાવાદમાં આજે એક દિવસની 12 કલાક માટે રીક્ષા ચાલકોએ હડતાલ કરી છે. અમદાવાદમાં કુલ 2 લાખ રીક્ષાઓ ફરે છે ત્યારે અનેક રીક્ષાચાલકો આ હડતાળમાં જોડાયા છે. ગેસના ભાવમાં એક દિનપ્રતિદિન વધારો થઈ રહયો છે જેનાથી રોજનું કમાયને રોજ ખાતા રિક્ષા ચાલકોની હાલત કફોડી બની છે ત્યારે જો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે