/connect-gujarat/media/post_banners/9795e60d0610fc1b684611c4c54199975bd83499018716cf49784807f9581bc8.jpg)
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ અને આરટીઓ દ્વારા રોડ સેફ્ટી વીકનું આયોજન કરવામાં આવ્યું હતું.જાન્યુઆરી મહિનામાં રોડ સેફટી સપ્તાહ ઉજવાઈ છે તેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો
રાજ્યભરમાં રોડ સેફ્ટી સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદના આલ્ફા વન મોલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સેફ્ટી વીકનું આયોજન કરાયું હતું આ અંતર્ગત વાહન ચાલકોએ વાહન હંકારતા વખતે કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેને લઈને ચર્ચા કરવામાં આવી તો અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા એક રેલી પણ યોજવામાં આવી જેમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા ટુવિલર બાઈક ચલાવીને રોડ સેફટીના બેનરો હાથમાં લઈને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આ બાઈક રેલી યોજવામાં આવી છે, આગામી એક અઠવાડિયા સુધી અમદાવાદ શહેરમાં રોડ સેફટી સપ્તાહ ઉજવાશે જેમાં ટ્રાફિક પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવડાવશે આ કાર્યક્રમમાં અમદાવાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને આરટીઓ વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા